અંબાલાલ પટેલે કરી ભયજનક આગાહી: આજે પાલડશે આખું ગુજરાત, ખૂણેખૂણામાં થશે ધોધમાર વરસાદ…

આજે અને આવતી કાલે ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી આજે 5 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ જાણો શું કહે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે કહ્યું કે આજથી ત્રણ દિવસ વરસાદનું જોર વધશે. આગમી ત્રણ દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે.
નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીના આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ છે. તો વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર અને બોટાદમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદ, ગાંધીનગર સહિત પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે બીજી બાજુ અંબાલાલે આગામી 48 કલાકનું એલર્ટ આપ્યું છે ઉત્તર ગુજરાતમાં પાટણ, હારીજ, મહેસાણા, પાલનપુર, સાબરકાંઠામાં વરસાદ ત્રાટકશે
ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તો મધ્ય ગુજરાતમાં પણ મહીસાગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થશે. રાજ્યના સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી ભારે વરસાદ આવશે. આજે રાજ્યના મોટભાગના વિસ્તારોમાં 4 થી 10 ઇંચ વરસાદ પડશે. આમ, અમદાવાદ અને ગાંધીનગર જળ તરબોળ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

Leave a Comment