નવરાત્રીમાં રેનકોટ અને છત્રી સાથે લઈ લેજો, અંબાલાલ પટેલે કરી ભારે આગાહી…

ગુજરાતમાં ચોમાસાની વિદાયનો સમય આવી ચૂક્યો છે. જો કે હવામાન વિભાગે નવરાત્રિ સમયે કડકા ભડાકા સાથે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી હતી. આ વચ્ચે અમદાવાદ પણ અસહ્ય ગરમી બાદ આજે જોરદાર વરસાદ ખાબક્યો હતો.

ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. અમદાવાદમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી હતી.

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં આગામી ત્રણ દિવસ ગુજરાતભરમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

જ્યારે આજે 20 સપ્ટેમ્બરના શનિવારે સુરત અને ભરૂચ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન પ્રમાણે પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો: તારક મહેતાના જેઠાલાલ ની ઓનસકીન પત્નીએ આપી તલાક, કારણ જાણી રહી જશો દંગ…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો

Leave a Comment