સિહ આવી ગયો ભેસના સામે, પરંતુ ભેસ કઈક એવું કર્યું છે સિહના પગ પણ પડ્યા પાછા…

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વારયલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે કે, આ વિડીયો જોઈને તમને પણ વિશ્વાસ નહિ આવે કે, સિંહ જંગલી ભેંસથી ડરીને ભાગી જાય! આ વાત સાંભળીને તમને પણ વિશ્વાસ નહિ આવે કે સિંહ ખુદ શિકાર કરવા ગયો અને ડરીને ભાગી ગયો. ખરેખર આવી ઘટના હાલમાં જ બની છે. આ વિડીયો કઈ જગ્યાનો છે, તે કોઈ પુષ્ટિ નથી થઇ.

આ વાયરલ વિડીયોમાં જોઈ શકશો કે એક સિંહ બે જંગલી ભેંસોની પાછળ હુમલો કરવા માટે દોડે છે. ભેંસ પણ પોતાનો જીવ બચાવવા માટે ઝડપથી ભાગે છે અને ભાગતા-ભાગતા જંગલ પર આવેલ હાઈ-વે પર પહોંચી જાય છે. સિંહ એક ભેંસને દબોચી લે એ પહેલા જ એક ભેંસ સિંહ સામે થાય છે. દ્રશ્યો જોઈને એવું લાગશે કે ભેંસ પોતાનો જીવ બચાવવા માટે સિંહ સામે મુકાબલો કરવા આગળ વધી રહી છે.

ભેંસને પોતાની સામે આવત જોઈને સિંહના પગ થોભી જાય છે અને પગ પાછળ કરવા લાગે છે. આ વિડીયો જોઈને એ ચોક્કસ કહી શકાય કે હિંમત હોય તો ગમે તેવી મુશ્કેલીઓનો સામનો માણસ અચૂક કરી શકે છે. માણસનો આત્મવિશ્વાસ અને હિંમત એ તેમનું શક્તિશાળી હથિયાર છે. હિંમતકર્યા વગર જ મોતને સ્વીકાર કેવો એ માણસની નબળાઈ છે.

જીવનમાં જ્યારે મોત સામે હોય છે, ત્યારે મોત સામે જીતવા માટે એક વાર હિંમત કરીને પ્રયત્ન જરૂર કરવો જોઈએ, પ્રયત્ન કર્યા બાદ જો જીવ જશે તો તમારી આત્માને અફસોસ નહિ રહી પરંતુ જો હિંમત કર્યા વગર જ મોતનો સ્વીકાર ન જ કરાઈ. આ ભેંસએ પોતાના જીવની પરવાહ કર્યા વગર સિંહ સામે થઇ ગઈ, તેનું મોત નક્કી હતું પણ તે લડીને મરવા માંગતી હતી એટલે જ તેને સિંહનો સામનો કર્યો હશે!

આ પણ વાંચો: ઈમાનદારી આજે પણ જીવતી છે, અમદાવાદના રસ્તામાં આ ભાઈને મળ્યા ઘરેણાં, ઘરે લઈ જવાને બદલે કર્યું આવું કામ…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Comment

Exit mobile version