નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી બાયોટેકનોલોજીમાં માસ્ટર ડિગ્રી ધરાવતી ભારતીય યુવતિ અનન્યા જોશી F-1 OPT (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ) વિઝા પર બાયોટેક સ્ટાર્ટઅપમાં કામ કરતી હતી. પણ અચાનક, કંપનીમાં છટણીનો દોર શરૂ થયો. તેની નોકરી જતી રહી, અને તેની સાથે જ ચાલ્યુ ગયુ
તેનું નાનું ‘અમેરિકન સ્વપ્ન’ જે હાલમાં જ ખીલવા લાગ્યું હતુ.તેણે રડતા રડતા અમેરિકા છોડ્યુ અને આ દરમિયાનનો વીડિયો પણ શેર કર્યો. કેપ્શનમાં તેણે લખ્યુ- “આ સફરનો અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ ભાગ. જો કે મેં મારી વાસ્તવિકતા સ્વીકારી લીધી છે, આ દિવસ માટે મને કંઈ પણ તૈયાર કરી શક્યું ન હતું.
આર્થિક રીતે સ્વતંત્ર પુખ્ત વયના તરીકે અમેરિકા મારું પહેલું ઘર હતું, અને તે હંમેશા મારા માટે ખાસ રહેશે. ભલે તે થોડા સમય માટે હતું, હું તમે મને આપેલા જીવનની કદર કરું છું. આઇ લવ યુ અમેરિકા.”
આ પણ વાંચો; અમદાવાદમાં ધોળા દિવસે ચોરાઇ ડિલિવરી બોયની એક્ટીવા, ચાવી ભૂલી જતાં એક્ટિવ થયું રફુચક્કર, જુઓ આખી ઘટના…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.