પત્નીને અંધારામાં રાખી બીજા સાથે રંગરેલીયા માનવતો હતો પતિ ! જ્યારે પોલ ખૂલી તો થયું એવું કે…..

અમદાવાદ: શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક શિક્ષિકાએ પતિ અને સસરા વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. મહિલાના લગ્નના થોડા સમય બાદથી પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવાની જાણ થઈ હતી. જેને લઈને તેણે પતિ અને તેની પ્રેમિકાને અવારનવાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. છતાં પણ બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલુ રહ્યા હતા અને અંતે એક દિવસ મહિલાએ પતિને પ્રેમિકા સાથે હોટલમાંથી બહાર નીકળતા રંગે હાથ પકડી પાડ્યો હતો.

અંતે મહિલાએ પોલીસની મદદ લેતા સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મૂળ તાપીની 36 વર્ષીય મહિલા હાલ ચાંદખેડામાં રહે છે અને ગ્રામ્યની એક સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. મહિલાએ પોસ્ટ ઓફિસમાં જી.ડી.એસ (ગ્રામીણ દળ સેવક)ની પોસ્ટ પર નોકરી કરતા યુવક સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી મહિલાના પતિએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું અને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ બાંધીને અવારનવાર મારઝૂડ પણ કરતો હતો. મહિલાએ આ બાબતે સાસરિયાઓને ફરિયાદ કરતા તે લોકોએ મહિલાના પતિનો પક્ષ લીધો હતો.

એકાદ વર્ષ પહેલા મહિલાના પિયરજનોએ જમણવાર રાખ્યો ત્યારે પતિ મોડો આવ્યો હતો અને રાત્રે તેના ફોનમાંથી ઓફિસની મહિલા કર્મી સાથેનું ચેટિંગ પકડાયુ હતું. જે બાદ પતિએ પ્રેમિકા સાથે સંબંધ ન રાખવા બાંયધરી આપી હતી. બીજા દિવસે મહિલાએ સાસરિયાઓની હાજરીમાં પતિની પ્રેમિકાને ફોન કરતા પતિએ કુંવારો હોવાનું કહીને સંબંધ બાંધ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદ પતિની પ્રેમિકાએ કોઈ સંબંધ નહીં રાખે તેવી બાંયધરી આપવા છતાં બંનેએ મુલાકાતો ચાલુ રાખી હતી

મહિલાએ પ્રેમિકાના માતા-પિતાને ફરિયાદ કરતા તે લોકોએ તારે નોકરી કરવાની ભારે પડશે, તેવું કહીને ધમકાવી હતી. સાથે પોલીસમાં જઈશ તો પોલીસ કંઈ નહીં કરી શકે તેવી પણ બીક બતાવી હતી.આ બધી બાબતોના કારણે મહિલા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. છેલ્લા છ માસથી પતિએ પતિ-પત્ની તરીકેના સંબંધ રાખવાનું પણ બંધ કરીને દૂર રહેતો હતો. પત્નીની હાજરીમાં પતિ પ્રેમિકા સાથે ચેટિંગ કરતો હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો

અને પતિએ ફોન તોડી નાખી પત્નીને માર મારીને કાઢી મૂકી હતી. પતિ પ્રેમિકાની બર્થડે પાર્ટીમાં ગયો હોવાની ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી પણ મળી આવી હતી. થોડા દિવસો પહેલા મહિલાએ તેના પતિને પ્રેમિકા સાથે ઓઢવ ખાતે આવેલી એક હોટલમાંથી ઝડપી પાડ્યો હતો. મહિલાના પતિએ લોન લઈને દાગીના પણ વેચી દીધા હતા. આખરે કંટાળીને મહિલાએ પોલીસની મદદ લેતા સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો;પાડોશી પર ચોરીની આશંકા થતાં યુવકે છરીના ઘા ઝીંકીને કરી હત્યા ! જ્યારે સચ્ચાઈ સામે આવી તો ઊડી ગયા બધાના હોશ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version