અમદાવાદના SG હાઇવે પર આજે (આઠમી નવેમ્બર) વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. થલતેજ અન્ડરપાસ નજીક હાઇવે પર ઊભેલા એક ટ્રક સાથે પાછળથી આવતી કાર ધડાકાભેર અથડાતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.મળતી માહિતી અનુસાર, થલતેજ અન્ડરપાસ નજીક એક આઇસર ટ્રક રોડ પર ઊભેલી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી એક કાર ટ્રકની પાછળના ભાગમાં જોરદાર ટકરાઈ હતી.
આ ગંભીર અકસ્માતમાં કાર ચલાવી રહેલા 23 વર્ષીય યુવક આર્યનને ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. કારમાં સવાર અન્ય બે યુવતીઓ પ્રિયાંશી ચોકસી (22) અને કીર્તિ અગ્રવાલ (22)ને પણ શરીરે ઇજાઓ પહોંચી હતી. તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.આ ઘટના બાદ આઇસર ટ્રકનો ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત સર્જવાના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, “અમદાવાદમાં કામ કરતો આર્યન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.” તેની સાથે મુસાફરી કરી રહેલી બે યુવતીઓ – જેમની ઓળખ 22 વર્ષીય કિર્તી પવનભાઈ અગ્રવાલ અને 22 વર્ષીય પ્રિયાંશી ચોક્સી તરીકે થઈ છે – તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્ટેલમાં રહેતી કિર્તીને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે આંબલી નજીક પીજીમાં રહેતી પ્રિયાંશી હાલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસે જણાવ્યું કે બંને યુવતીઓ BAના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે અને મોડી રાત્રે બહારથી ફરીને પરત આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, “કારના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હોય અને ઉભેલી ટ્રક સાથે અથડામણ ટાળવા માટે સમયસર બ્રેક લગાવી શક્યો ન હોય તેવું જણાય છે.” તેમણે ઉમેર્યું કે ટક્કર એટલી ગંભીર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો.
આ પણ વાંચો;રેપિડો ડ્રાઇવરે કરી ચાલુ સવારીમાં યુવતીનું છેડતી ! પહેલા પગ પકડવાની કોશિશ અને પછી ગંદા…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.