અભિનેતા ધર્મેન્દ્રની હાલત વધુ ગંભીર ! આગામી 72 કલાક ખૂબ જ ભારે, જાણો તેમના સ્વાસ્થય વિષે…

બોલિવૂડના ‘હી-મેન’ તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત સોમવારે અચાનક લથડતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર ફેલાતા જ ફિલ્મ જગતમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, તેમના પુત્ર અને અભિનેતા સની દેઓલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું છે

કે તેમના પિતાની હાલત હાલ સ્થિર છે અને તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. સનીએ ચાહકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ પણ કરી છે.ધર્મેન્દ્રના ખબર-અંતર જાણવા માટે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરુખ ખાન સોમવારે મોડી રાત્રે બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા. શાહરુખ ખાન સાથે તેમના પુત્ર આર્યન ખાન પણ હાજર હતા. દેઓલ પરિવાર સાથે ખાસ સંબંધ ધરાવતા સલમાન ખાન પણ સમાચાર મળતા જ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

બંને સુપરસ્ટાર થોડો સમય હોસ્પિટલમાં રોકાયા અને પરિવારને સાંત્વના આપી હતી.આ મુશ્કેલ સમયમાં ધર્મેન્દ્રનો સમગ્ર પરિવાર તેમની સાથે હોસ્પિટલમાં હાજર છે. તેમના પુત્ર સની દેઓલ અને પૌત્ર રાજવીર દેઓલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા, જેઓ ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યા હતા. અભિનેતાની પુત્રી ઈશા દેઓલ પણ પિતાને મળવા પહોંચી હતી

અને તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. ધર્મેન્દ્રના પત્ની અને સાંસદ હેમા માલિનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “ધરમ જીની ચિંતા કરવા બદલ હું સૌનો આભાર માનું છું. તેઓ હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને અમે સૌ તેમની સાથે છીએ. હું આપ સૌને તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરવા વિનંતી કરું છું.”

આ પણ વાંચોલિવરની બીમારીના કારણે વધુ એક અભિનેતાનું કુમળી ઉમરમાં જ નિધન…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version