રાજકોટમાં યુવકે પોતાના જ ઘરમા ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન ! કારણ સામે આવ્યું તો ઊડી ગયા બધાના હોશ….

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો આખા ગુજરાત રાજ્યમાંથી અનેક એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે અમુક વખત આત્મહત્યાની તો અમુક વખત હત્યાની ઘટનાઓ રોજબરોજ સામે આવતી રહે છે જેની દરેક બાબત ખુબ અલગ અલગ હોય છે અને ખુબ જ ચોંકાવનારી પણ હોય છે.

એવામાં રાજકોટ શહેરમાંથી એક આવી જ ઘટના સામે આવી છે જેમાં એક 34 વર્ષીય યુવકે ગળાફાંસો ખાયને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, જીવન ટૂંકાવા પાછળનું પણ ખુબ જ ચોંકાવનારૂ કારણ સામે આવ્યું હતું જેના વિશે જાણીને સૌ કોઈ ચોકી જ ઉઠ્યું હતું. મિત્રો યુવકનું આત્મહત્યા કરવા પાછળનું કારણ બીજું કાંઈ નહીં પરંતુ પગ તથા છાતીનો દુખાવો હતો.

ઘટના અંગે તપાસ કરતા સામે આવ્યું હતું કે યુવક છેલ્લા ઘણા બધા સમયથી 34 વર્ષીય વિજયભાઈ કાનજભાઈ સોલંકીને છાતી તથા પગમાં દુખાવાની તકલીફ હતી જે બાદ તેઓએ દવા લીધી તેમ છતાં તેઓની તબિયતમાં કોઈ પ્રકારે સુધારો ન આવતા તેઓએ પોતાના રૂમમાં જઈને ગળાફાંસો ખાય લીધો હતો જેને લઈને પરિવાર શોકાતુર બન્યો હતો એટલું જ નહીં ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુરી તપાસ હાથ ધરી હતી જેમાં આ કારણ સામે આવ્યું હતું.

શહેરના પોપટપરા શેરીની ન.5માંથી આ ઘટના સામે આવી હતી, મૃતક વિજયભાઈના પરિવારમાં તેમને એક દીકરો તથા એક દીકરી હતી તથા તેમના પરિવારમાં તેમની પત્ની પણ હતા. એવામાં અચાનક જ વિજયભાઈએ આવી તકલીફને લઈને આત્મહત્યા કરી લેતા દરેક પરિવારજનોનું હૈયાફાંટ રુદન જ નીકળી ગયું હતું જયારે બે સંતાનો પિતાની છત્રછાયા ગુમાવી.

આ પણ વાંચો:સુરતના આ જાણીતા ઉધ્યોગપતિ સાથે રાજસ્થાનમાં થઈ લુંટ ! 3 લાખની રોકડ સાથે લૂંટાઈ ગયું આ બધુ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment