રાજકોટમાં સુરાપુરા બાપાનાં દર્શન કરીને પરત ફરી રહેલા પરિવાર સાથે બની ધ્રુજાવી નાખે તેવી ઘટના ! ટ્રક ચાલકે ફૂટબોલની જેમ ઉછળ્યાં તો પિતા અને પુત્ર…

કાળ ક્યારે જીવનના દ્વારે આવીને ઊભો રહી જાય એ કોઈ નથી જાણતું. આ જન્મ અને મૃત્યુ ઈશ્વરે પોતાના હાથમાં રાખ્યું છે અને આ જગતમાંથી વિદાયની વસમી વેળા કેવી હોય એ કોઈ જાણતું નથી. હાલમાં જ રાજકોટ-ભાવનગર હાઈવે પર ખારચિયા ગામ પાસે એક દુઃખદ ઘટના બની અને આ ઘટના પિતા પુત્રનું એકી સાથે નિધન થયું.

ચાલો આ દુઃખદ બનાવ અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ. દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે મૃતક હરેશભાઈ લાલજીભાઈ ક્યાડા તેમના પરિવાર સાથે સરધાર સુરાપુરાનાં દર્શન માટે ગયા હતા અને દર્શન કરીને પરત ફરતી વખતે આ પરિવારને કાળ ભરખી ગયો.

બનાવ એવો બન્યો કે રાજકોટ ભાવનગર હાઈ વે પાસે પુરપાટે આવતા ટ્રકે અડફેટે લેતા આખો પરિવાર ફૂટબોલની જેમ રસ્તા ઉપર ફંગોળાયો હતો. જેમાં હરેશભાઈ અને તેમના પુત્ર જયને ગંભીર ઇજાઓ થતા બંનેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. પત્ની અને પુત્રીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ ઘટના અંગે જાણ થતાં જ તાત્કાલિક જ સ્થાનિકો દ્વારા પોલીસ અને 108ને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને ઇજાગ્રસ્ત માતા અને પુત્રીને સારવાર માટે ખસેડ્યાં હતાં. મૃતક હરેશભાઈ અને તેમના પુત્ર જયના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલેલ. આ દુઃખદ બનાવના પગેલે પરિવાર શોક ફેલાય ગયો છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ માતા પુત્રી જલ્દી સ્વસ્થ થઈ જાય તેમજ મૃતક પિતા પુત્રની આત્માને શાંતિ મળે.

આ પણ વાંચો:મજૂરી કરતી દીકરીના ખાતામાં જમા થયા અચાનક 10 કરોડ ! પછી જે થયું તે કોઈએ વિચાર્યું પણ નહોતું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment