પાડોશી પર ચોરીની આશંકા થતાં યુવકે છરીના ઘા ઝીંકીને કરી હત્યા ! જ્યારે સચ્ચાઈ સામે આવી તો ઊડી ગયા બધાના હોશ…

35 વર્ષીય વિજય ઉર્ફે ભાદો સોલંકી નામના વ્યક્તિની હત્યા પાડોશમાં રહેતા ધર્મેશ ઉર્ફ ધમો ગાયજને (ઉવ.30) કરી નાંખી હતી. તેણે છરીના ઘા ઝીંકી શનિવારના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં રાજકોટ જામનગર હાઇવે ઉપર ચીથરીયાપીરની દરગાહ ઘાતકી હત્યા કરી હતી. પોલીસે તાત્કાલિક અસરથી હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે મૃતકના 40 વર્ષીય મોટાભાઈ કાળુ સોલંકી દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 103 (1) સહિતની કલમ અંતર્ગત ધર્મેશ ઉર્ફે ધમો વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે.

પોલીસને આપેલી ફરિયાદમાં કાળુ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધર્મેશ ઉર્ફે ધમા દ્વારા અગાઉની ચોરી બાબતેના ઝઘડાનો ખાર રાખીને છરી વડે માથાના ભાગે, ગળાના ભાગે તેમજ હાથ તેમજ પેટ સહિતના અલગ અલગ ભાગે છરીના 10 થી 12 જેટલા ઘા ઝીંકી શનિવારના રોજ તેની હત્યા કરવામાં આવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વિજય સોલંકીના કાકાએ પાંચથી છ મહિના પૂર્વે ધર્મેશના ઘરમાંથી દાગીના સહિતની ચોરી કરી હતી. અંદાજિત 1,80,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિજય સોલંકીના કાકાની ધરપકડ પણ ગાંધીગ્રામ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ધર્મેશને શંકા હતી

કે, ચોરીના ગુનામાં વિજય પણ સામેલ છે. ત્યારે શનિવારના રોજ ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર પાસે આવેલી મોમાઈ ટી સ્ટોલ ખાતે વિજય અને ધર્મેશ ભેગા થયા હતા. ત્યારે ધર્મેશ દ્વારા વિજયને કહેવામાં આવ્યું હતું કે, મારા ઘરે થયેલી ચોરીમાં તું પણ સામેલ હતો. જે બાબતથી બંને વચ્ચે બોલાચાલી તેમજ ગાળા ગાળી પણ થઈ હતી. ત્યારબાદ ધર્મેશ દ્વારા પોતાની પાસે રહેલી છરી વડે વિજયને જાહેર મારી નાખવામાં આવ્યો હતો. તેમજ સ્થળ પર જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં ધર્મેશ તેમજ વિજય બંને છૂટક મજૂરી કામકાજ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારના રોજ હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. જે અંતર્ગત તાત્કાલિક અસરથી મર્ડરના આરોપીને ઝડપી પાડવા માટે આઇવે પ્રોજેક્ટના કેમેરા તેમજ બનાવ સ્થળ વિસ્તારના તથા આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરવામાં આવ્યા હતા.

તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના માધ્યમથી ધર્મેશ ઉર્ફે ધમો ગાયજન (ઉવ.24)ની ગણતરીની કલાકોમાં શોધખોળ હાથ ધરી ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ અગાઉ 8 જેટલા પ્રોહિબિશનના ગુના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ગુનાના કામે વાપરવામાં આવેલ હથિયાર પણ કબજે કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો;સુરતમાંથી સામે આવ્યો માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો ! ઘોળા દિવસે રમતા બાળને લઈ ગયો નરાધમ અને પછી બન્યું એવું કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment