સુરતમાંથી સામે આવ્યો માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો ! ઘોળા દિવસે રમતા બાળને લઈ ગયો નરાધમ અને પછી બન્યું એવું કે…

સુરત: શહેરમાં આજે ગુરુવારે એક એવી ઘટના સામે આવી જેને સાંભળતા દરેક માતાપિતાના હૃદયમાં ધક્કો લાગશે. ઉધના વિસ્તારમાં એક ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયાની ચકચારી ઘટના સામે છે. જોકે આ ઘટના સામે આવતા પોલીસ તંત્ર તરત જ હરકતમાં આવ્યું છે, જેથી બાળકની બુદ્ધિ અને પોલીસની ઝડપભરી કામગીરીના કારણે ગણતરીના કલાકોમાં જ બાળક પોતાના માતા-પિતાને સહીસલામત મળી શક્યો છે.

સાથે જ આરોપી પણ પોલીસના હાથે ચઢી ગયો છે. સાથે આ ઘટનામાં બાળકના લાંબા વાળને કારણે આરોપીએ તેને બાળકી સમજીને અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારની ધર્મયુગ સોસાયટીમાં એક 3 વર્ષનો બાળક રમી રહ્યો હતો. એ સમયે એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો અને બાળકને ફોસલાવીને લઈ જવા લાગ્યો હતો. બાળકની માતાએ જ્યારે જોયું

કે અનિકેત અચાનક ક્યાંય દેખાતો નથી, ત્યારે તેણે તાત્કાલિક પોતાના પતિને જાણ કરી હતી. ત્યાર બાદ પરિવારજનોએ ઉધના પોલીસ સ્ટેશનમાં દોડી જઈ બાળકના અપહરણની માહિતી આપી હતી.મામલાની ગંભીરતા સમજી ઉધના પોલીસે તાત્કાલિક સર્વેલન્સ ટીમને તપાસમાં જોડાવી હતી અને આસપાસના વિસ્તારમાંથી 200થી વધુ CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી એક ફૂટેજમાં આરોપી બાળકને કાંધ પર લઈ જતો

સ્પષ્ટપણે દેખાયો હતો. જે ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને વિવિધ સ્થળોએ તપાસ કર્યા બાદ આખરે આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખ (ઉંમર 27)ને ઝડપી લીધો છે અને તે ઉધના પટેલનગર વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો:ક્રાઇમ સિરિજને ટક્કર આપે તેવી ઘટના ! સગીરે કરી મોટાભાઇ અને ગર્ભવતી ભાભીની હત્યા, કારણ જેની હચમચી જશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version