અમદાવાદમાં પતિએ જ કર્યો પત્ની પર હમલો ! કારણ કઈક એવું હતું કે….

અમદાવાદ: શહેરમાં ઘાતકી હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રાત્રિના સમયે પતિએ પત્ની પર હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં દેખાય છે તે પ્રમાણે, પતિએ પત્ની પર ધારદાર હથિયારથી હુમલો કરીને માર માર્યો છે. આ દરમિયાન પતિએ મોં પર રૂમાલ પણ બાંધ્યો હોવાનું સામે આવ્યું છે. નિકોલ પોલીસે આ અંગેની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, એક યુવકે ચારેક વર્ષ પહેલાં યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લવ મેરેજના થોડા સમય બાદ જ દંપતી વચ્ચે બોલાચાલી થવા લાગી હતી. યુવતીના પરિવારે આરોપ લગાવ્યો છે કે, પતિનો પરિવાર યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જેથી બંને વચ્ચેના સંબંધો બગડ્યા હતા.

આ ત્રાસથી કંટાળીને યુવતી છેલ્લા ચારેક મહિનાથી તે પોતાના માતા-પિતા સાથે ખોડિયારનગરમાં રહેતી હતી. દંપતી સાસુ-સસરાથી પણ અલગ રહેતું હતું, તેમ છતાં વિવાદનો અંત આવ્યો ન હતો.સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે, યુવતી ઘરેથી બહાર નીકળી ત્યારે આરોપી પતિ તેને રસ્તા પર રોકી હતી.

જે બાદ તે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો. પતિએ પત્નીના ગળે છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન પત્નીએ ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ પતિએ તેને પકડી પાડી હતી. જોકે, સદનસીબે આ યુવતીની હાલ સારવાર ચાલી રહી છે. યુવતીની હાલત સ્થિર છે.

આ પણ વાંચો:અમેરિકામાં રેસ્ટોરન્ટમાંથી કેટલીક કીમતી વસ્તુઓ ઉઠાવી રફુચક્કર થવા માંગતી હતી આ ગુજરાતી યુવતી ! રંગે હાથે જડપાઈ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment