વર્તમાન સમયમાં જો રાજ્યને લઈને વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં અનેક એવા ચોંકાવનારા બનાવો સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે, રાજ્યમાંથી હત્યા તો અમુક વખત આત્મહત્યાની ઘટનાઓ દાડે દિવસે વધતી જ જઈ રહી છે એવામાં ગાંધીનગરની અંદરથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં બે અજાણ્યા શખ્સોએ રાત્રીના સમયે કેબિનમાં સુઈ રહેલ કુટુંબી ભાઈઓને હથોડાના ઘા ઝીકી નાસી છૂટ્યા હતા.
એવામાં બંનેને ગંભીર ઇજા થતા બંનેને તરત જ ઘટના સ્થળેથી હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા હતા જ્યા બે ભાઈ પૈકી એક ભાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું,એવામાં પોલીસને આ ઘટના અંગેની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ બંને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં અનેક માહિતી પોલીસને પ્રાપ્ત થઇ હતી.
તપાસમાં સામે આવ્યું છે કે મૂળ તલોદમાં આવેલ અજમેરપુરામાં રહેતા 30 વર્ષીય નરેશ નટવરસિંહ તેના કુટુંબી ભાઈ પિંતુસિંહ બાપુસિંહ સોલંકી સાથે આર.એમ.સીની અંદર નોકરી કરીને પોતાનું જીવન ગુજારતો હતો બને અલગ અલગ સાઈટ પર મશીનો ચલાવીને મશીનની કેબિનમાં જ સુઈ જતા હતા એવામાં રાત્રીના સમયે આ ભાઈઓ કામ પતાવીને હોટેલે જમ્યા બાદ અડધી રાત્રે ઘોર નિંદ્રામાં સાઈટની કેબિનમાં સુઈ રહ્યા હતા ત્યારે નરેશને સવારે કેબિનમાં કોઈને મારવાનો અવાજ આવતો હતો.
એવામાં આવો અવાજ સાંભળતા જ નરેશ તરત કેબીન દોડી ગયો હતો જ્યા તેને નજરે પડ્યું કે બે અજાણ્યા યુવાનો પિન્ટુસિંહને હથોડો લઈને મારી રહ્યા છે એવામાં ગભરાયને નરેશે આ હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને પણ ભારે ઇજા થતા બુમાબુમ કરવા લાગ્યો હતો જે બાદ આ હુમલાખોરો ગેટ બહાર પડેલ રિક્ષાની અંદર બેસીને ભાગી ગયા હતા,એવામાં અવાજ કરતા અન્ય લોકો ત્યાં પોહચી ગયા અને બંને ભાઈઓને સારવાર અર્થે ખસેડી દીધા હતા જ્યા પિન્ટુસિંહનું સારવાર દરમિયાન મૌત નીપજ્યું હતું.
આ પણ વાંચો:સુરતમાં 14 વર્ષની સગીરાએ માત્ર આટલી નાની વાતને લઈને ટૂંકાવ્યું જીવન ! જાણો આખો બનાવ….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.