બીચમાં ફોટોશૂટ દરમિયાન બની હૈયું કંપાવી નાખતી ઘટના ! ફોટોશૂટ કરતાં સમયે અચાનક આવ્યા મોજ અને યુવતીને ખેચીને લઈ ગયા, પછી જે થયું….

ગીર સોમનાથ: વેરાવળના આદરી બીચ પર લગ્ન પૂર્વે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરવા જતા વર-વધૂ સહિત ૭ લોકો દરિયામાં તણાયા હતા. જેમાંથી ૬ લોકોને બચાવી લેવાયા છે, જ્યારે એક યુવતી હજુ સુધી લાપતા છે, જેના કારણે પરિવારમાં ચિંતાનો માહોલ છે.હાલ કારતક માસની શરૂઆત થઈ છે અને લગ્નની સિઝન ચાલી રહી છે. આ સમયે લગ્ન પૂર્વે લોકોમાં ફોટોશૂટનો ક્રેઝ વધુ જોવા મળે છે. યુવક-યુવતીઓ દરિયા કિનારે, નદી કિનારે, સ્વિમિંગ પુલ, રિસોર્ટ કે પેલેસ જેવા સ્થળોએ જઈને ફોટા અને વિડિયો શૂટ કરાવતા હોય છે.

માળિયા હાટીના ગામના કેવલ લખમણભાઈ મકવાણાના લગ્ન હતા. તેમના પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે કેવલ મકવાણા, નિશા રાઠોડ, ખુશી પરમાર, સેજલ ચાંડપા, જ્યોતિ હરેશભાઈ પરમાર (લાપતા યુવતી), જાવિદ ભટ્ટી અને ફોટોગ્રાફરનો હેલ્પર સહિત કુલ ૭ લોકો વેરાવળના આદરી બીચ પર આવ્યા હતા.ફોટોશૂટ દરમિયાન દરિયામાં નજીક ઊભેલા આ તમામ લોકો એકબીજાના હાથ પકડીને ઊભા હતા. ત્યારે અચાનક ઊંચા મોજાંએ તમામ ૭ લોકોને દરિયામાં ખેંચી લીધા. આ ઘટનાથી આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.

મોજાંના પ્રવાહ વચ્ચે એકબીજાના હાથ પકડી રહેલા લોકો કોઈ રીતે બહાર નીકળીને બચી ગયા, પરંતુ જ્યોતિ હરેશભાઈ પરમાર નામની યુવતીનો હાથ છૂટી જતાં તે દરિયામાં લાપતા થઈ ગઈ.ઘટનાની જાણ થતાં વેરાવળ પોલીસ, ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ૩૦ વર્ષીય યુવતી જ્યોતિ હરેશભાઈ પરમાર (રહે. નવાપરા) હજુ સુધી દરિયામાં લાપતા છે. આ યુવતી મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની વતની છે

અને ઘણા સમયથી વેરાવળ તાલુકાના નવાપરા ગામે રહેતી હતી. લાપતા યુવતીના માસીની દીકરી નિશા રાઠોડના લગ્ન હતા. વર-વધૂ પક્ષના લોકો પ્રી-વેડિંગ શૂટિંગ માટે આદરી બીચ પર આવ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની.હાલ સ્થાનિક તરવૈયાઓ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોએ યુવતીની શોધખોળ શરૂ કરી છે, પરંતુ તે મળી ન આવતાં બંને પક્ષના પરિવારમાં ચિંતા વધી છે. આ ઘટના બાદ સ્થાનિકોએ તંત્ર સમક્ષ દરિયા કિનારે પોલીસ સુરક્ષા વ્યવસ્થા, ચેતવણી બોર્ડ લગાવવા તેમજ ગાર્ડની નિમણૂક કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો:લાલકિલ્લા પાસે થયેલ હાદસામાં વધુ એક યુવકે ગુમાવ્યો જીવ ! મૌત પહેલા યુવક બોલ્યો હતો એવા શબ્દો કે જાણીને દિલ લાગી જશે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment