મિત્રોની ખરાબ સંગતના કારણે 24 વર્ષીય યુવકની થઈ આવી હાલત ! જોઈને દયા આવશે…

કહેવાય છે ને કે સંગત સારી હોય તો જિંદગી તારે નહિ તો જિંદગી બગાડે.જીવનમાં ખરાબ દોસ્તોને કારણે માણસની જિંદગી પર થતી અસરો વિશે તમે પ્રવચનો તો ઘણા સાંભળ્યા હશે પરંતુ હાલમાં જ એક 24 વર્ષીય યુવાનની કહાની સામે આવી છે જે ખરાબ દોસ્તી અને લાલચુ લોકોની સંગતને કારણે બગડતી જિંદગીની મોટું ઉદાહરણ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ બનાવ 2 થી 3 વર્ષ જૂનો છે. તુષાર ભટ્ટ નામનો એક ૨૪ વર્ષીય યુવાન જેને વર્ષ ૨૦૧૦મા પોતાના પિતાને ગુમાવ્યા અને વર્ષ 2011 મા માતાને તેમ છતાં હિંમત ન હારી.તે પોતાની એકની એક બહેન પાસે મહેમદાવાદ ગયો. ત્યાં રહીને વડાપાઉંની લારી પર કામ કર્યું.

પણ કહેવાય છે ને લાગણીઓ પર માર પડે પછી કોઈ હિંમત કામ ન આવે આવું જ થયું વલેટા ના રહેવાસી તુષાર સાથે અચાનક પરિવાર સાથે ઝઘડો થતા ઘર છોડી દીધું.બીજી તરફ અચાનક જ કામ પણ હાથમાંથી છૂટી ગયું અને ત્યારબાદ જે મિત્રો અત્યાર સુધી સાથ આપતા હતા, પૈસા ઉડાવતા હતા તે મિત્રો પણ એક ઝઘડાને કારણે દુશ્મન બની ગયા મિત્રોએ પૈસા ન હોવાના કારણે સાથ છોડ્યો,પરિવારે ઘરમાંથી બહાર નીકળ્યો જે બાદ તુષારે નડિયાદ આવી કામ શોધવાનો વિચાર કર્યો.

પરંતુ માત્ર 9 ધોરણ ભણેલો હોવાથી કામ મળ્યું નહિ બીજી તરફ મિત્રો સાથે દુશ્મની હોવાથી તે પણ તેને મારવાના વિચારમાં ફરતા હોવાથી તુષારે પોતાનો જીવ બચાવવા આખરે પુલ નીચે આશરો લેવો પડ્યો જો કે છેલ્લાં બે વર્ષથી લાગણીઓ અને પરિસ્થતિ ના મારથી ઘવાયેલા તુષારને પોપટભાઈ ફાઉન્ડેશન નો સાથ મળતા હાલમાં મોટી મદદ મળી છે.

આ સંસ્થા દ્વારા હાલમાં એક શેલ્ટર હોમમાં તુષારના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ તેને માટે કામ પણ શોધવામાં આવી રહ્યું છે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા સમાચાર જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો

આ પણ વાંચો:42 વર્ષની ઉમરમાં વધુ એક અભિનેત્રીએ છોડી દુનિયા ! ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટો જાટકો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment