અમદાવાદમાં અકસ્માત સર્જાયો હતો જેમા 10 લોકોના અવસાન થયા હતા ત્યારપછી હવે વધુ એક અકસ્માતનો બનાવ વડોદરાથી સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર વડોદરાના કારેલીબાગમાં પાણીની ટાંકી પાસે મોડી રાત્રે ન!શાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ગાડી ધડાકા સાથે વૃક્ષ સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. કાર પર પોલીસ હાઉસિંગ ઓન ડ્યુટી અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. ડ્રાઇવરના કહેવા મુજબ એક્ટિવા ચાલક વચ્ચે આવતા સાઈડમાં કાર દબાવતા અકસ્માત થયો હતો.
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી રોડ પર ગઈકાલે રાત્રે મારુતિ સુઝુકી કંપનીની એરટીગાના કારના ચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા બેકાબૂ કાર ડિવાઈડર અને ઝાડ સાથે અથડાઈ હતી આ બનાવને પગલે નજીકના લોકોના ટાળા એકઠા થઈ ગયા હતા.સ્થાનિકો દ્વારા અકસ્માત અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
આ પણ વાંચો:જામનગરમાં ખેલાયો ખૂની ખેલ ! પાડોશીએ સામાન્ય વાતને લઈને તિક્ષણ ઘા ઝીંકી દીધા ઘતાં જાણી હોશ ઊડી જશે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.