સુરતના સંપત્તિ સાથે બની ન બનવાની ઘટના ! ફરવા જતાં બરફ નીચેદટાયા પિતા અને પુત્રી જ્યારે 19 દિવસ બાદ જોયું તો ઊડી ગયા બધાના હોશ…

સુરત: નેપાળના અન્નપૂર્ણા 3 (Annapurna III) પર એક અઠવાડિયા અગાઉ ટ્રેકિંગ સમયે ગુમ થયેલા બારડોલીના પિતા-પુત્રીના હાલ મૃતદેહ મળી આવતા પરિવાજનોમાં શોકની લાગણી પ્રસરી છે. મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના વતની જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી તેમની પુત્રી પ્રિયાંશી સાથે દિવાળીના વેકેશન દરમિયાન નેપાળ ગયા હતા અને ત્યાં અન્નપૂર્ણા 3 નામક પર્વત પર ટ્રેકિંગ કરતા સમયે અચાનક ગુમ થયા હતા.

જે બાદ તપાસ દરમિયાન હાલ બાપ-દીકરી બંનેના એક સાથે મૃતદેહો મળી આવ્યા છે.બારડોલી તાલુકાના કડોદ ગામના વતની પિતા-પુત્રી નેપાળમાં ટ્રેકિંગ વેળાએ ગુમ થયા હોવાની ગંભીર ઘટના આજે સવારે સામે આવી હતી. નેપાળના દુર્ગમ પહાડી પ્રદેશમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થવાથી ત્યાં પર્વતારોહણ માટે ગયેલા આ પિતા-પુત્રીનો સંપર્ક છેલ્લા એકાદ અઠવાડિયાના સમયથી તેમના પરિવારજનો સાથે તૂટી ગયો હતો.

છેલ્લે 31મી ઓક્ટોબરે તેઓ પર્વતારોહણ પૂર્ણ કરીને નેપાળથી ભારત પરત આવવા રવાના થવાના હતા, પરંતુ હજી સુધી તેઓની કોઈ ભાળ મળી રહી નહોતી, ત્યારે સમગ્ર મામલો વિદેશ મંત્રાલય અને નેપાળમાં ઇન્ડિયન એમ્બેસી સુધી પહોંચતા તપાસ શરૂ થઈ હતી, ત્યારે હાલ તપાસ દરમિયાન તેમના મૃતદેહો મળી આવ્યા છે.વિગતવાર વાત કરીએ તો, દિવાળીના તહેવારમાં અનેક લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા જતા હોય છે.

આવી જ રીતે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામે રહેતા જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી તેમની પુત્રી પ્રિયાંશી સાથે નેપાળ ફરવા ગયા હતા. વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી પ્રિયાંશીને બાળપણથી જ દુર્ગમ પહાડી વિસ્તારમાં ટ્રેકિંગ કરવાનો શોખ હોવાથી આ સ્વપ્ન સાકાર કરવા માટે પિતા જીગ્નેશભાઈ ભંડારીએ દીકરી પ્રિયાંશી સાથે દુર્ગમ વિસ્તારોમાં નેપાળ અન્નપૂર્ણા 3 (Annapurna III) નામક પહાડ પર ચઢાઈ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

આ પણ વાંચો:અમેરિકામાં વધુ એક ભારતીય વિધ્યાર્થીનું મૌત ! પોતાના જ એપાર્ટમેંટમાં બની એવી ઘટના કે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment