બોલિવૂડની જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિત હવે આપણા વચ્ચે નથી રહ્યા. 71 વર્ષની વયે તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના ભાઈ અને પ્રખ્યાત સંગીતકાર લલિત પંડિતે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી. લલિત પંડિત અનુસાર સુલક્ષણાનું અવસાન 6 નવેમ્બર 2025ના રોજ રાત્રે 8 વાગ્યે થયુ હતુ. આ સમાચારથી આખું ફિલ્મ અને સંગીત ઉદ્યોગ શોકમાં ડૂબી ગયો છે.
1954માં જન્મેલી સુલક્ષણા પંડિત એક એવી સંગીતમય પરંપરામાંથી આવતી હતી જેણે ભારતીય સંગીતને નવી ઓળખ આપી. તેમના કાકા ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજ હતા. તેમના ભાઈઓ જતીન-લલિતે 1990ના દાયકામાં ફિલ્મ સંગીતની દુનિયામાં અગ્રણી સ્થાન મેળવ્યું, જ્યારે બહે
1967માં તેમણે ફિલ્મ જગતમાં પ્લેબેક સિંગિંગની શરૂઆત કરી. તેમના મધુર અવાજે અનેક હિટ ગીતો આપ્યાં.1975માં આવેલી ફિલ્મ ‘સંકલ્પ’ ના ગીત “તુ હી સાગર હૈ, તુ હી કિનારા” માટે તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા પ્લેબેક ગાયક એવોર્ડ મળ્યો હતો. તેમના ગાયનના સ્વરોએ 1970 અને 1980ના દાયકામાં અનેક દિલ જીતી લીધા. ગાયકી સાથે તેમણે અભિનય ક્ષેત્રે પણ પોતાની કળા અજમાવી. તેમણે ‘ઉલઝન’, ‘સંકોચ’, ‘અપનાપન’, ‘હેરા ફેરી’ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો.
તેમની બહુમુખી પ્રતિભા છતાં, સમય સાથે ફિલ્મ ઉદ્યોગમાંથી તેમનું અંતર વધતું ગયું.સુલક્ષણા પંડિતનું નિધન ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. તેમનો સ્વર આજે પણ હૃદયને સ્પર્શે છે “તુ હી સાગર હૈ, તુ હી કિનારા” જેવી અમર રચનાઓમાં તેમનો આત્મીય અવાજ હંમેશા જીવંત રહેશે. સંગીતપ્રેમીઓ માટે સુલક્ષણા પંડિત માત્ર એક ગાયિકા નહોતી, પરંતુ ભાવના અને સમર્પણનું પ્રતિક હતી. તેમનું સંગીત અમર રહેશે અને તેમની યાદો હંમેશા ચાહકોના દિલમાં જીવંત રહેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.