રિયાલિટી શો બિગ બોસ 11 ફેમ અને લોકપ્રિય ટીવી સ્ટાર પ્રિયાંક શર્મા હાલ જીવનના સૌથી કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રિયાંકના પિતાનું તાજેતરમાં અવસાન થયું છે, જેને લઈ તેઓ ગાઢ શોકમાં ડૂબી ગયા છે. અભિનેતાએ પોતાના પિતાના અવસાનની દુખદ માહિતી સોશિયલ મીડિયા દ્વારા ચાહકો અને મિત્રોને આપી હતી.
પ્રિયાંકે પોતાના પિતાનો ફોટો શેર કરી હૃદયસ્પર્શી નોંધ લખી હતી. તેમણે લખ્યું કે, સારી ઊંઘ લો, પપ્પા. હું તમને ખૂબ યાદ કરીશ. આશા છે કે એક દિવસ તમને ગર્વ અનુભવડાવી શકીશ. શાંતિથી આરામ કરો (1966–2025). તેમની આ પોસ્ટને જોઈ ચાહકો અને મિત્રો તરફથી સાંત્વનાનો વરસતો પ્રવાહ જોવા મળ્યો.
આ વચ્ચે, સૌથી પહેલું પ્રતિભાવ તેમની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ દિવ્યા અગ્રવાલ તરફથી આવ્યું.દિવ્યા અગ્રવાલે પ્રિયાંકની પોસ્ટ પર કોમેન્ટ કરી લખ્યું કે, “મજબૂત રહો.” દિવ્યા પોતે પણ થોડા વર્ષો પહેલા પોતાના પિતાને ગુમાવી ચૂકી છે, તેથી તેઓ પ્રિયાંકના દુખને ખૂબ ઊંડાણથી સમજી શકે છે. આવી પરિસ્થિતિમાં તેમના તરફથી મળેલો સહકાર પ્રિયાંક માટે મોટી હિંમત સમાન છે.દિવ્યા અગ્રવાલ અને પ્રિયાંક શર્માનો સંબંધ ક્યારેક ચર્ચાનો વિષય રહ્યો હતો.
બંને પહેલી વાર સ્પ્લિટ્સવિલા 10 દરમ્યાન મળ્યા હતા અને તેમની વચ્ચે સુંદર સમજણ જોવા મળી હતી. જ્યારે તેઓ સત્તાવાર રીતે ‘આઇડિયલ કપલ’ નહતા બન્યા, તેમ છતાં તેમની કેમિસ્ટ્રી ચાહકોને બહુ પસંદ આવી હતી. પરંતુ બિગ બોસ 11 દરમિયાન પ્રિયાંકનું નામ બેનાફ્શા સૂનાવાલા સાથે જોડાતા તેમના સંબંધોમાં તિરાડ પડી. અંતે, શો દરમિયાન જ દિવ્યાએ પ્રિયાંક સાથે બ્રેકઅપની જાહેરાત કરી, જ્યારે પ્રિયાંકનો દાવો હતો કે તેઓ તો 2017માં જ અલગ પડી ગયા હતા.
આ પણ વાંચો:કાકી ભત્રીજાનઆ આડા સંબંધોને લઈને ખેલાયો ખૂની ખેલ ! પતિએ લમણે ગોળી મલૃ કર્યો આપઘાત….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.