રશિયામાં 19 દિવસ પહેલા ગુમ થયો હતો ભારતીય વિધાર્થી ! શોધખોળ કરતાં મળી આવ્યો મૃતદેહ…જાણો આખી ઘટના….

ગયા મહિને રશિયામાં ગુમ થયેલા એક ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ વ્હાઇટ નદી પાસેના ડેમમાંથી મળી આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. 22 વર્ષીય વિદ્યાર્થી જેની ઓળખ અજિત સિંહ ચૌધરી તરીકે થઈ છે તે રાજસ્થાનના અલવરનો રહેવાસી હતો. અજિતે 2023 માં બશ્કીર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS કોર્સ માટે એડમિશન લીધું હતું. 19 ઓક્ટોબરે દૂધ ખરીદવા માટે બહાર ગયા બાદ અજિત સિંહ ચૌધરી ગુમ થયો હતો.

19 દિવસની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ તેનો આખો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.રિપોર્ટ અનુસાર,19 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે દૂધ ખરીદવા માટે હોસ્ટેલમાંથી નીકળ્યા બાદ ચૌધરી ઉફામાં ગુમ થઇ ગયો હતો. અને પછી ક્યારેય પરત ફર્યો નહીં.

અજિત સિંહ ચૌધરીનો મૃતદેહ વ્હાઇટ નદી પાસેના ડેમમાંથી મળી આવ્યો હતો. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખીને અજિત ચૌધરીના મૃતદેહને ભારત લાવવામાં મદદની અપીલ કરી હતી.અજિત સિંહના કાકા ભૂમ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે “પરિવારને 20 ઓક્ટોબરના રોજ રશિયન પોલીસનો ફોન આવ્યો હતો.

તેમને જણાવ્યું કે તેના રૂમમેટે પાછળથી હોસ્ટેલ વોર્ડનને અજિતના ગુમ થવા વિશે જાણ કરી હતી, પરંતુ હવે વોર્ડન પણ યોગ્ય રીતે જવાબ આપી નથી રહ્યો. અમે કોલેજના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. અજિતનું શું થયું તે અંગે અમને જાણકારી નથી.”અજિતના પરિવારે વોર્ડન સાથે વાત કર્યા બાદ એવું લાગતું હતું કે, અધિકારીઓ અનુમાન લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે ચૌધરી નદીમાં કૂદી પડ્યો હશે. તેમને ગુમ થયાના એક કલાક પહેલા જ તેમના પરિવાર સાથે વાત કરી હતી. અજિત સિંહ ચૌધરી નવેમ્બરમાં ભારત પરત ફરવાનો હતો.

આ પણ વાંચો;સુરતમાં ડોક્ટરે હોટલમાં કર્યો આપઘાત ! આપઘાત પહેલા સ્યુસાઇડ નોટમાં લખ્યું એવું કે મને ન્યાય….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment