પટાવાળાની નોકરી કરનાર યુવકો કર્યો આપઘાત ! સુસાઇડ નોટમાં લખ્યું કે “I Love you, મને માફ…

આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે વધુ એક આત્મહત્યાના બનાવ બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે અમરેલીના સાંસદની શરાફી મંડળીમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા યુવકે આપઘાત કરી લીધો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે યુવાનના પાકિટમાંથી બે સુસાઈડ નોટ મળી આવી છે પ્રેમ પ્રકરણના કારણે જિંદગી ટૂંકાવી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.

આશિષ બગડા નામનોસાંસદ નારણ કાછડિયાની સમૃદ્ધ નાગરિક શરાફી મંડળીમાં નોકરી કરતો, આજ રોજ સવારે નોકરી પર આવ્યો હતો. આશિષનો ફોન બંધ આવતા અન્ય કર્મચારીઓ શરાફી મંડળીની ઓફિસમાં તપાસ માટે ગયા હતા. ત્યારે આશિષની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી અને આ અમરેલીના સાંસદ નારણ કાછડિયા પણ ઓફિસ પર દોડી આવ્યા હતા.

આ યુવક પાસેથી મળી આવેલી સુસાઈડ નોટમાં યુવકે લખ્યું છે કે, મમ્મી I LOVE YOU, પપ્પા I LOVE YOU, પપ્પા મને માફ કરજો અને બહેન પપ્પાનું ધ્યાન રાખજે કોઈ પણ તકલીફ પડવા દેતી નહીં અને દીકરો બનીને સાચવજે. કાકા-માસી આયુષ, મિત, અનુજ, પ્રીતિ હમેશા તમારી સાથે જ છું. મમ્મી I LOVE YOU અને કદાચ જન્મ મળેને તો મા આવી જ મળજો.. પપ્પા I MISS YOU મને માફ કરી દેજો તમારા ઉપર આટલું દુઃખ હોવા છતાં આ દુઃખ આપ્યું અને હંમેશા તમારી યાદ આવશે. બહેન તારો ભાઈ તારી સાથે છે અને તારા લગ્નમાં મારી હાજરી હશે, પણ શરીર નહી હોય..

આ ઘટનાની તપાસ દરમિયાન યુવકનો ફોન મળી આવ્યો છે, જેને ચેક કરતા યુવકે પ્રેમ પ્રકરણ કે, કોઈ પણ અન્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે. હાલ મૃતકના પરિવારજમાં શોકની લાગણી ફેલાય ગઈ છે. ખરેખર આ બનાવ ખુબ જ દુઃખદાયક છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:શિક્ષકે બાળકને પૂછ્યું કે ‘ગાંધીજીનો જન્મ ક્યાં થયો ?’ તો બાળકે એવો જવાબ આપ્યો કે તેને સાંભળી તમે હસી હસીને ગોટા વળી જશો…જુઓ વિડીયો

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment