પ્રેમ પ્રકરણમાં અનેક હત્યાના બનાવો બને છે, ત્યારે હાલમાં જ વધુ એમ ઘટના સામે આવી છે. ચોરવાડના ગડુ ગામમાં યુવતીના પિતાએ રાત્રે તેના ઘરે મળવા ગયેલા પ્રેમીને માર માર્યો હતો. યુવક જીવ બચાવવા દોડ્યો પણ રસ્તામાં જ બેભાન થઈ ગયો. યુવકના સગાને થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે વિગતવાર જાણીએ તો જૂનાગઢના ગડુ ગામે રહેતા કરણ વાઢેર નામના યુવકને સુખપર ગામની એક યુવતી સાથે પ્રેમ થયેલ અને આ બનાવ અંગે યુવતીના પિતાને આ વાતની જાણ થતાં તેણે યુવકને પકડી લીધો અને રસ્તા પર યુવક પહેલા બેહોશ થઈ ગયો હતો. બાદમાં તેનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો પરંતુ જૂનાગઢ હાઈવે પર એક પુલ પાસે બેભાન થઈને પડ્યો હતો.
ગર્લફ્રેન્ડના પિતાની પોલીસે ધરપકડ કરી છે આ અંગે યુવકના સંબંધીઓને જાણ થતાં તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, તબીબોએ કરણને મૃત જાહેર કર્યો હતો. જેથી પોલીસે પણ હોસ્પિટલે પહોંચી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં યુવકના સંબંધીઓની ફરિયાદ બાદ પોલીસે પ્રેમિકાના પિતાની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં સર્જાયો જોરદાર અકસ્માત ! પરિવારમાં ભાઇનું નિધન થતાં બહેનનું હૈયું ફાટ રુદન…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો