ફિલ્મી જગતમાં ફરી એક વખત ફરી વળ્યું શોકનું મોજું ! સાઉથના આ આભિનેતાનું 35 વર્ષની વયે કરી લીધો આપઘાત….

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ટીવી ઇન્ડસ્ટ્રીમાં અનેક એવા મોટા મોટા અભિનેતાના નિધન થઇ રહ્યા છે. પેહલા સુશાંત સિંહ એના બાદ અનેક એવા ફિલ્મના મોટા મોટા દિગ્ગજો તથા સિંગરો જે મૌતને ભેટી ગયા છે. એવામાં મનોરંજન ઇન્ડસ્ટ્રી ફરી એક વખત શોકનું મોજું ફરી વળ્યું છે કારણ કે સાઉથના આ સુપરસ્ટાર કલાકારનું 35 વર્ષની વયે નિધન થયું હતું.

જણાવી દઈએ કે 35 વર્ષીય આ અભિનેતાએ સુસાઇડ કરી લેતા સાઉથ ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો હતો. તમને જાણતા નવાય લાગશે કે 35 વર્ષીય સંપત રામે સુસાઇડ કરીને હમેશા માટે દુનિયાને અલવિદા કહી દીધું હતું. સંપત રામના નિધનની ખબર મળતા જ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જ્યારે અમુક લોકો તો આ ખબર પર વિશ્વાસ પણ સાધી શકતા ન હતા. સંપત રામ કન્નડ ઇન્ડસ્ટ્રીનું ખુબ વખણાતું નામ માનવામાં આવે છે.

સંપત રામે 22 એપ્રિલના રોજ કર્ણાટકના નેલમંગલા સ્થિત પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી હતી, જે બાદ પોલીસે આ ઘટનાને પગલે તપાસ હાથ ધરી હતી જેમાં સામે આવ્યું હતું કે સંપત રામનું આત્મહત્યા કરવા પાછળનું કારણ બીજું કાંઈ નહીં પરંતુ ડિપ્રેશનનું છે, એટલું જ નહીં તેઓના કરિયરમાં પણ થોડાક સમયથી ઘણા બધા ઉતાર ચડાવો આવ્યઆ હતા જેનાથી કંટાળીને જ સંપત રામે આવું પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

આ ઘટનાને પગલે સંપત રામના પરિવારજનો દ્વારા કોઈ ખાસ નિવેદન આપ્યું છે નહીં. સંપત રામેં કન્નડ સિરિયલોની અંદર પોતાનું ખુબ આગવું નામ બનાવી લીધું છે તેમ જ લોકપ્રિય સિરિયલોમાં પણ પોતે ખુબ મહત્વની ભૂમિકા ભજવી ચુક્યા છે. પોતાના કામ તથા કરિયરને લઈને પરેશાની અનુભવતા સંપત રામે આવી રીતે આત્મહત્યા કરતા હાલ તો એવું જ તારણ લગાવામાં આવી રહ્યું છે કે ડિપ્રેશનને કારણે આવું ઘાતક પગલું ભરી લીધું હશે પરંતુ હકીકત અંગે કોઈ પ્રકારે પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો;ગાંધીનગર નો ગજબ નો ગાંઠીયા વાળો ! ગ્રાહક નુ મોઢુ જોઈ ને કહી દે કે કેટલા ગાંઠીયા ખાશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment