ગુજરાતમાં હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ રાજકોટ શહેરમાં પણ ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે. સાંજ સમાચારના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, સાગર સોસાયટીમાં મોહસીન સુમરા નામના યુવકની છ શખ્સોએ ધોકા અને પાઈપથી માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે.
આ યુવકની આ રીતે કરપીણ હત્યા શા માટે કરવામાં આવી છે તે અંગે વિગતવાર માહિતી જાણીએ.આ બનાવમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે, મૃતક યુવાનની બહેનની સગાઈ છ મહિના પહેલા જ આરોપી નૌશાદ સાથે થઇ હતી.નૌશાદ રંગરૂપે કાળો હોવાથી ફરિયાદીના મોટા ભાઈ ને તે ગમતો ન હતો.
જેથી તેને આ સગાઈ તોડવા બાબતે વાતચીત કરવા ગયા હતા પરંતુ વાતચીત થાય તે પહેલાં જ લાકડાના ધોકા સાથે મોહસીન પર હુમલો કર્યો હતો જેથી મોહસીન બેભાન થઇ ગયેલ અને આ કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરેલ.હોસ્પિટલમાં સારવાર બાદ યુવકનું મોંત નીપજ્યું. યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મૃતકના પરિવારે ફરિયાદમાં નોંધાવેલ આરોપી તરીકે હાજી સુમાર ડોઢિયા, મહમદ હાજી, નૌશાદ જાહિદ જોબન, એઝાઝ જાહિદ જોબન, મકબુલ સુલેમાન પતાણી અને પરાગ રમેશ કારેલીયાનું નામ સામે આવ્યું છે અને આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો;શિક્ષિકા હોવા છતાં આ મહિલા સાથે થઈ છેતરપિંડી ! વાંચ્યા વગર સહી કરી તો થયું એવું કે….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
