હાલોલમાં દુખદ બનાવ ! દીવાલ પડતાંની સાથે જ 4 બાળકોના મૌત, ઘટના જાણી રડી જશો…

ગુજરાતના હાલોલ મા દુખદ ઘટના બની ! ક્યારે શું ઘટના બની જાય એ કોઈ નથી જાણતું. હાલમાં જ ખૂબ જ દુઃખદાયક ઘટના સામે આવી છે. દીવાલ પડતા એક સાથે 4 બાળકો ના મોત થયા. આ બનાવ કઇ રીતે થયો તે જાણીને તમારૂ હૈયું પણ કંપી જશે.ગુજરાતમાં ચારો તરફ વરસાદ વરસી રહ્યો છે.

આ જ કારણે ભારે વરસાદના કારણે હાલોમમા ચંદ્રપુરા ગામે આવેલી સનમુખા નામની એગ્રો કેમિકલ કંપનીની દીવાલ ભારે પાણીના પ્રવાહથી અચાનક જ ધરાશાયી થઈ ગઈ હતી. આ કારણે ખુલ્લા પ્લોટમાં ઝુંપડા બાંધી ને રહેતા બે મજૂર પરિવારો દીવાલ નીચે દબાઈ ગયા હતા.

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, આ દુર્ઘટનામાં બે બાળકો અને બે બાળકીનાં મોત નીપજ્યાં છે. જેમાં 3 તો સગાં ભાઈ-બહેન હતા. એક જ દંપતીના બે પુત્ર અને એક પુત્રીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

આ દુઃખદાયી બનાવમાં આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક જ હાલોલ રેફરલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ બે બાળકો અને બે બાળકીને મૃત જાહેર કરેલ.ઇજાગ્રસ્ત એક બાળક, બાળકી અને બે મહિલાને હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો:રાત્રે મોડે સુધી કામ કરતાં લોકો ચેતી જજો ! 50 વર્ષની ઉમરમાં આ વ્યક્તિ સાથે એવું થયું કે કોઈએ વિચાર્યું પણ ન હતું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment