ચોકલેટ આપી 6 વર્ષની બાળકી સાથે બળાત્કારના કરવા માંગતો હતો યુવક ! જ્યારે પોલીસને ખબર પડી તો થયું એવું કે…

Madhya Pradesh News: મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના ગૌહરગંજ વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાએ સમગ્ર રાજ્યમાં રોષ ફેલાવ્યો છે. 21મી નવેમ્બર નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી આરોપીની ધરપકડની માંગણી સાથે વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. પોલીસે ઘટનાના સાતમા દિવસે આરોપી સલમાન ઉર્ફે નઝરને ઝડપી લીધો હતો. ભોપાલના ગાંધીનગરમાંથી આરોપીની ધરપકડ બાદ, રાયસેન લઈ જતી વખતે ભાગી જવાનો પ્રયાસ કરતા

તેનું હાફ એન્કાઉન્ટર કર્યું હતું. નોંધનીય છે કે પોલીસે આરોપી માટે 30,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.અહેવાલો અનુસાર, ભોપાલના ગાંધીનગરમાં ચાની દુકાન પરથી સલમાનની ધરપકડ કરવામાં આવી હતી. સલમાન ચા પીવા માટે સ્ટોલ પર પહોંચતાની સાથે જ પોલીસે તેને તાત્કાલિક પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતુ કે

પાંજરામાં માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યા પછી તે ફરાર થઈ ગયો હતો અને જંગલ થઈને ભોપાલ પહોંચ્યો હતો.જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી, ગાંધીનગર પોલીસે સલમાનને ગોહરગંજ પોલીસને સોંપવાનો હતો. જ્યારે ગોહરગંજ પોલીસ આરોપીને લઈને પોલીસ સ્ટેશન જવા રવાના થઈ

ત્યારે તેના વાહનમાં પંચર પડી ગયું. તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, જેના પરિણામે તેના પગમાં ગોળી વાગી. તેને પકડી લેવામાં આવ્યો અને ભોપાલની જેપી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. આ દરમિયાન સલમાનની ધરપકડની જાણ થતાં, જય મા ભવાની હિન્દુ સંગઠનના કાર્યકરો પોલીસ સ્ટેશન દોડી ગયા, પરંતુ આરોપીને ગોહરગંજ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:નોકરી છોડી ઘરે આવ્યો દીકરો ! ઘરનો વર્તાવ જોઈ એવી હકીકત જણાવી કે તમે પણ ચોંકી જશો..

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version