જીજા અને સાળીને થઈ ગયો પ્યાર ! બંને છુપાઈને મળતા હતા જ્યારે પતિને આ વાતનો ખબર પડી તો થયો મોટો કાંડ…

આજના સમયમાં ક્યારે કોને ક્યાં પ્રેમ થઈ જાય તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. સમાજમાં પ્રેમ પ્રકરણના એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે, જેને લઈને લોકો નવાઈ પામી જતા હોય છે. કંઈક આવો જ એક કિસ્સો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં એક બહેને પોતાનું ઘર તોડીને તેની નાની બહેનનું ઘર વસાવ્યું છે.

સોશિયલ મીડિયા પર એડ્વોકેટ સંદીપ વર્મા દ્વારા એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. જે વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે તેમાં એડ્વોકેટે જણાવ્યું કે એક મહિલાએ તેના પતિને છૂટાછેડા આપી દીધા. બાદમાં તેણે પોતાની આંખની સામે જ તેના પતિના લગ્ન કરાવ્યા તે પણ તેની નાની બહેન સાથે. જ્યારે વકીલને આ વાતની ખબર પડી

ત્યારે તે પણ હેરાન રહી ગયો જોકે બાદમાં તેણે પરિસ્થિતિને સમજી અને છૂટાછેડા કરાવીને લગ્ન પણ કરાવ્યા.આ મામલો દિલ્હીની એક ફેમિલી કોર્ટનો છે. કેસ લડી રહેલા એડવોકેટ સંદીપ વર્માએ આખી સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી જેનો વીડિયો હાલ ઘણો વાયરલ થયો છે. દંપતીના લગ્ન થઈ ગયા હતા બંન્નેનો એક દીકરો પણ હતો. પત્નીની નાની બહેન તેની બહેનના ઘરે આવતી જતી રહેતી હતી. ધીરે ધીરે જીજા-સાળી નજીક આવવા લાગ્યા

અને બંન્નેને પ્રેમ થઈ ગયો હતો. બાદમાં બંન્નેએ છુપાઈ છુપાઈને મળવાનું શરૂ કર્યું. એક દિવસ પત્નીને બધું ખબર પડી ગઈ અને તેણે પછી તેની નાની બહેનના લગ્ન કરાવી દેવાનો નિર્ણય લીધો.પત્નીએ ના માત્ર પોતાના પતિને છૂટાછેડા આપ્યા ઉપરથી તેની નાની બહેન જોડે પતિના લગ્ન પણ કરાવ્યા.

તેણે પોતાની નાની બહેનને સજાવી અને કોર્ટમાં પણ લઈને આવી. જ્યાં વકીલે તેને પૂછ્યું તો ઘણી નોર્મલ રીતે તેણે આ લગ્નથી ખુશ હોવાની વાત કરી હતી. લોકોએ જ્યારે આ વીડિયોને જોયો ત્યારે તેઓ હેરાન રહી ગયા હતા. સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા મામલે પોતાની જુદી જુદી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો:ગુજરાતમાં આવેલી આ જગ્યા ચોમાસામાં આપે છે આબુ માઉન્ટ જેવો અનુભવ ! એક વાર જરૂરથી જાણો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment