સોશિયલ મીડિયાનો ચસ્કો એક એવો ચસ્કો છે જે ક્યારેક તમારા જીવને પણ ખાય જતો હોય છે,હાલના સમયમાં તમે અનેક એવા સોશિયલ મીડિયા યુઝરો જોયા હશે જે પોતાના જીવને જોખમમાં નાખીને ચંદ લાઈકો માટે અનેક એવા એવા કામ કરી નાખતા હોય છે કે વિડીયો જોઈને આપણા પણ જીવ અઘ્ધર ચડી જતા હોય છે, અમુક યુઝરો બાઈક સ્ટન્ટ અથવા તો બીજા કાંઈ સ્ટન્ટના વિડીયો શેર કરતા હોય છે જે ખુબ ખતરનાક હોય છે.
એવામાં મિત્રો હાલના સમયમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો સામે આવી રહ્યા જ છે જેમાં કુદરતને ટક્કર આપવા જતા મનુષ્યોને સારી એવી શીખ પ્રાપ્ત થાય છે, તમે અનેક એવા વિડીયો સોશિયલ મીડિયા પર જોયા હશે જેમાં લોકો પાણીને વટવા અથવા તો રીલ્સ બનાવા માટે પાણીની વચ્ચેથી ગાડી કાઢવા જાય છે પરંતુ અમુક વખત આવું કામ કરવું ભારે પડી જાય છે, એટલું જ નહીં હાલ આવા મોસમમાં લોકો અનેક સ્થળોએ ફરવા જવાનું વધારે પસંદ કરે છે.
હાલ ભારે વરસાદને કારણે અનેક એવા મોટા ધોધ સક્રિય થતા હોય છે જેને જોવા માટે લોકો ભારે સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને ત્યાં આગળ જઈને ફોટોશૂટ તથા વીડિયોઃશૂટ કરાવતા હોય છે.આવા ફોટોશૂટ તથા વિડીયો સુરક્ષિત જગ્યાએ બનાવે તો વાંધો નહિ પરંતુ અનેક એવા યુવકો છે જે આવું કરતા નથી તેઓ સોશિયલ મીડિયાના વીડિયોના ચક્કરમાં પોતાની જીવની બાજી લગાવી દે છે. એવામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં પણ આવું જ થાય છે જેમાં એક યુવક પાણીના ધોધ કિનારે પથર પર ઉભેલો છે એવામાં અચાનક જ તેનો પગ લપસે છે.
વિડીયો વિશે જાણવા મળ્યું છે કે આ વિડીયો કર્ણાટકનો હોવાનું સામે આવ્યું છે, મિત્રો તમને જણાવી દઈએ કે આ વાયરલ વિડીયોની હકિકત શું છે તે અંગેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ ‘ગુજરાતી અખબાર’ કરતું નથી, વાયરલ થઇ રહેલ આ વીડિયોને સોશિયલ મીડિયાના એક સોર્સ દ્વારા જ લેવામાં આવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.