રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં મહિલાની હત્યા કોઇ બીજાએ નહિ પરંતુ તેના જ પતિએ કરી નાખી. એ પતિ કે જે પોતાની પત્નિ ગુમ થઇ હોવાની વાતો કરતો હતો. તેની લાશ મળી ત્યારે મગરના આસું સારતો હતો. જો કે એક લોહીના ટીપાંએ આ હત્યારા પતિનો ભેદ ઉકેલી નાખ્યો છે
ત્યારે જુઓ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી આ રિયલ સ્ટોરી.પોતાની પત્નિને મૃતદેહ મળતા શખ્સ મગરના આસું સારતો હતો. એવું કહેતો હતો કે તેને કોઇ પર શંકા નથી અને જે સ્થળે હત્યા થઇ તે અવાવરુ સ્થળ છે અને તેની પત્નિ સાથે થયું તે બીજાની પત્નિ સાથે પણ થઇ શકે છે. આ શખ્સનું નામ હિતેષ આસોડિયા છે અને હાલમાં પોલીસ સકંજામાં છે કારણ કે તેના પર આરોપ છે તેની પત્નિ સ્નેહા ઉર્ફે સેવા આસોડિયાની હત્યાનો
ગત રવિવારનો રોજ વેલનાથ પરા નજીક કાચા રસ્તા પર સ્નેહાબેનની લાશ મળી હતી. માથાના ભાગે બેથડ પદાર્થ ઝીંકેલી હાલતમાં લોહિલુહાણ થયેલી આ લાશને જોઇને પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે જ્યારે સ્નેહાબેનના પરિવારને સંપર્ક કર્યો ત્યારે તેના પતિ હિતેષે પોલીસને કહ્યું હતું કે સ્નેહા ઘરેથી પાણીપુરી ખાવા માટે બહાર ગઇ હતી પરંતુ ત્યાંથી પરત આવી ન હતી, રાતભર તેની શોધ કરી હતી પરંતુ તેની કોઇ ભાળ મળી ન હતી.
આ કેસમાં પોલીસ તપાસ કરી રહી હતી. પોલીસે લગભગ ૧૫થી વધુ શંકાસ્પદોની શોધખોળ કરી પરંતુ કોઇ નક્કર માહિતી ન મળી દરમિયાન સ્નેહાના પતિ હિતેષના મોટરસાયકલ અને કપડાંમાં લોહિના નિશાન પોલીસને જોવા મળ્યા હતા જેથી પોલીસને તેના પતિ પર પહેલાથી શંકા હતી.હિતેષભાઇએ તેના પત્નિના અંતિમ સંસ્કાર કરી લીધા બાદ પોલીસ દ્રારા તેની વિગતે પુછપરછ કરતા પોતે જ હત્યા કર્યાની કબુલાત આપી હતી જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો;વડોદરામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા ! કારણ જ કઈક એવું હતું કે જાણીને ચોંકી જશો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.