9માં ધોરણમાં ભણતી બાળકીને સ્નેપચેટ પર થયો પ્યાર ! ઘરેથી લાપતા થઈને કરાવવા જતી હતી ઈલુઈલુ, જ્યારે ઘરે આવી તો ઊધઈ ગયા હોશ…

રાજકોટ, : ધો. 9માં અભ્યાસ કરતી તરૂણીને સ્નેપચેટ મારફતે ફસાવી, લગ્નની લાલચ આપી, અટલ સરોવર પાસે આવેલી અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ ગુજારાયાનો કિસ્સો બહાર આવ્યો છે. ગાંધીગ્રામ-2 પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી લાલો ઉર્ફે નાનજી ભૂપત પરમાર (ઉ.વ. 24, રહે. રૈયા ગામ, 100 વારિયા પ્લોટ)ની ધરપકડ કરી હતી.

ભોગ બનનાર તરૂણીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે ગઇ તા. 23નાં વહેલી સવારે નાની પુત્રીએ જગાડી મોટી બેન પથારીમાં નહીં હોવાની જાણ કરતાં તેની શોધખોળ કરી હતી. પરંતુ ભાળ મળી ન હતી. વહેલી સવારના પાંચેક વાગ્યે તેની લાપતા પુત્રી ઘરે આવી હતી. પૂછપરછ કરતાં કહ્યું કે આરોપી તેના ઘર પાસે અવારનવાર આંટા મારતો હતો. એક દિવસ તેને પોતાનો મોબાઇલ નંબર અને સ્નેપચેટ આઇડી આપ્યા હતાં. જેથી તે માતાના ફોનમાંથી સ્નેપચેટની મદદથી આરોપી સાથે ચેટ અને કોલ કરતી હતી.  તેની માતા અને પિતા સૂઇ ગયા બાદ આરોપી સાથે વાતો કરતી હતી.

આરોપીએ તેને કોલ કરી રાત્રે ત્રણેક વાગ્યે ઘર બહાર આવવા કહ્યું હતું, જેથી તે નીચે જતાં આરોપી બાઇક લઇને ઉભો હતો. તેને તેમાં બેસાડી પોતાના ઘરે લઇ ગયો હતો.  તે વખતે મકાનમાં એક યુવતી અને તેનો મિત્ર પણ હતાં, જે બીજા રૂમમાં બેઠા હતાં. રૂમમાં દસેક મિનિટ આરોપીએ તેની સાથે વાતચીત કરી કિસ પણ કરી હતી.

ત્યાર પછી આરોપી તેને બાઇક પર બેસાડી લઇ ગયો હતો. ઘર નજીક થોડો સમય આંટાફેરા કર્યા બાદ તેના ઘરથી થોડે દૂર મૂકી જતો રહ્યો હતો. પંદરેક દિવસ પહેલા આરોપી આ જ રીતે રાત્રે ત્રણ વાગ્યે તેને ઘરેથી બાઇક પર બેસાડી અટલ સરોવર નજીકની અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો, જ્યાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. તેણે ના પાડતા લગ્નની લાલચ આપી હતી.

આ પણ વાંચો:ધ્રાંગધ્રા રોડ પર અજાણ્યા વાહને બાઇકને લીધું અડફેટમાં ! 3 લોકો સાથે બન્યું એવું કે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment