મંત્રી ના ઘરે EDએ માર્યા દાહોડા, 15 હજાર ના પગારે નોકરી કરતાં મંત્રીના ઘરે નીકળ્યા એટલા રૂપિયા કે…

હાલમાં એક તરફ લોક સભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે હાલમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઝારખંડમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડો દરમિયાન ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવ સંજીવ લાલ સાથે કથિત રીતે જોડાયેલા જગ્યાઓની શોધ દરમિયાન બિનહિસાબી કરોડો રૂપિયા મળી આવ્યા.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર મંત્રી શ્રી આલમગીર આલમના PA સંજીવ લાલના નોકરના ઘરેથી લગભગ 30 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, નોકરના ઘરેથી આ રોકડ મળી છે તેનો માસિક પગાર માત્ર 15 હજાર રૂપિયા છે.

સર્ચના વિડિયો ફૂટેજમાં એક રૂમમાં ચલણી નોટો ફેલાયેલી જોવા મળે છે, જે આલમગીર આલમના પીએસ સંજીવ લાલના ઘરેલુ નોકર હોવાનું કહેવાય છે.આલમગીર આલમ ઝારખંડની ચંપાઈ સોરેન સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી છે. આલમગીર આલમ કોંગ્રેસના નેતા છે. આલમગીર આલમે 20 ઓક્ટોબર 2006 અને 12 ડિસેમ્બર 2009 વચ્ચે ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે. હાલમાં આ બનાવ અંગે તપાસ શરૂ છે.

આ પણ વાંચો:નાની ઉમરમાં આ બાળકે બનાવ્યો મોટો રેકોર્ડ, માત્ર 1 મિનિટ અને 35 સેકન્ડમાં બોલી હનુમાન ચાલીસા…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment