હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે, જે ઘરમાં લગ્નના ગીતો ગવાતા હતા એ જ ઘરમાં મોતના મરશિયા ગવાઈ રહ્યા છે. હાલમાં જ એક દુઃખદ ઘટના જાણવા મળી છે, આજે ફરી રાજકોટમાં એક હાર્ટ એટેકનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. રાજકોટમાં લગ્નના બે દિવસ પહેલા જ યુવકનું હ્રદય બંધ પડી જતા મોત નિપજ્યું છે.
આ દુઃખદ ઘટના અંગે જાણવા મળ્યું છે, રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની છે. લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. પોપટપરામાં રહેતા અને કારખાનામાં કામ કરતા અજય સોલંકી નામના યુવકના લગ્ન હતાં પરંતુ માડવાના દિવસે જ યુવકનું અચાનક મોત થઈ ગયું.
મળતી માહિતી મુજબ, અજય સોલંકી ઘરે જમીને ઉભો થયો અને ઢળી પડ્યો. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તબીબો તેમને બચાવી શક્યા નહીં. આ ઘટનાથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, મૃતકની આત્માને શાંતિ મળે.
આ પણ વાંચો:રાજકોટમાં માતાએ જ દીકરીને પીવડાવ્યું એસિડ ! ઘટના જાણે એવી હતી કે….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.