અમેરિકામાં વધુ એક ભારતીય વિધ્યાર્થીનું મૌત ! એક અઠવાડિયા લાપતા હતો જ્યારે જોવામાં આવ્યો કોલેજમાંથી મળી લાશ, જાણો આખી ઘટના…

સારા ભવિષ્યની ઘેલછાએ અનેક એવા વિધાર્થીઓ તથા યુવકો હોય છે જે વિદેશમાં જતા હોય છે, એવામાં અનેક વખત એવા ચોંકાવનારા કિસ્સાઓ વિદેશમાંથી સામે આવતા હોય છે કે તે જાણીને સૌ કોઈના હોશ જ ઉડી જતા હોય છે. અમુક વખત ચોરી લૂંટફાંટ તો અમુક વખત હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે આથી જ અનેક વાલીઓ છે જે પોતાના દીકરા કે દીકરીને વિદેશમાં મેકલવામાં ડરે છે.

આજના આ લેખના માધ્યમથી અમે એક એવી જ ઘટના લઈને આવ્યા છીએ જેમાં યુએસમાં રહેતા ભારતીય વિધાર્થીનું અચાનક જ મૌત નીપજ્યું હતું, અમેરિકાની પદ્ર્યુ વિશ્વવિધાયલની અંદર અભ્યાસ કરતો વિધાર્થી એક અઠવાડિયાથી લાપતા હતો એવામાં હવે આ વિધાર્થીનો મૃતદેહ કોલેજ કેમ્પસની ઇમારતેથી જ મળી આવતા હાલ સૌ કોઈના હોશ જ ઉડી ગયા છે. આ વિધાર્થીની ઓળખ નીલ આચાર્યના નામથી થઇ છે.

આ ઘટનાની પુષ્ટિ વિશ્વવિધલયના કમ્પ્યુટર અને સાઇન્સના પ્રમુખ ક્રિસ ક્લિફ્ટન કાર્યાલય દ્વારા નીલ આચાર્યના મૃત્યુની પુષ્ટિ કરી હતી, જે બાદ ક્લિફ્ટન વિધાર્થીઓમાં ઈમેલ લખ્યો જેમાં તેઓએ જણાવ્યું કે “ઘણા દુઃખ સાથે તમને જાણકારી આપવી પડી રહી છે કે નીલ આચાર્યનું નિધન થઇ ગયું છે, તેમના મિત્રો અને પરિવારજનો સહિતના લોકો માટે મારી સંવેદના છે.”

હાલ આ ઘટનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે, મૃતક નીલ આચાર્યની માતા ગૌરી માતાનું કેહવું છે કે તેઓએ તેમના દીકરાને છેલ્લી વખત ઉંબર ડ્રાયવર સાથે જોયો હતો જેણે તેને વિશ્વવિધાયલ છોડ્યો હતો તે બાદ થી જ નીલ આચાર્ય લાપતા થયો હતો અને બાદમાં તેની લાશ કોલેજ કેમ્પસ માંથી મળી આવી હતી

આ પણ વાંચો;રાજકોટમાં પરિવાર પર દુખનો આભ ફાટી પડ્યો ! સગર્ભા મહિલાનું નિધન થતાં આખો પરિવાર ચડયો હિબકે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version