TV જગતમાં પડી મોટી ખોટ ! 59 વર્ષની ઉમરમાં અનુપમાંના આ મશહૂર કલાકારનું નિધન…

હાલ ટીવી જગત તથા બૉલીવુડ જગતને લઈને અનેક એવી દુઃખદ ખબરો સામે આવી જ રહી છે, એવામાં મિત્રો તમને ખબર જ હશે કે થોડાક દિવસ પેહલા જ દંગલમાં બબીતાનું બાળપણનું પાત્ર ભજવનારી અભિનેત્રીનું ફક્ત 19 વર્ષની વયે જ નિધન થતા સૌ કોઈ દુઃખમાં ગરકાવ થયું હતું જયારે આખા બૉલીવુડ ઇન્ડસ્ટ્રી પર શોકનું મોજું ફરી વળ્યું હતું એવામાં હાલ ટીવી જગતને લઈને આવા જ એક મોટા દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

મિત્રો તમે અનુપમા સિરિયલ તો જોતા જ હશો, આ સિરિયલ છેલ્લા અનેક વર્ષોથી લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે, આથી સીરિયલના કલાકારો ખુબ ફેમ મેળવી ચુક્યા છે એવામાં આ સીરિયલના ફેમ મેળવી ચૂકેલ જ એક કલાકાર હવે આ દુનિયાની અંદર રહયા નથી, 59 વર્ષની વયે અભિનેતા ઋતુરાજ સિંહ હાલ આ દુનિયામાં રહયા નથી, હાલ સમાચાર પત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તેઓનું નિધન હાર્ટઅટેકને લીધે થયું છે.

ફક્ત 59 વર્ષની ઉંમરમાં જીવ છોડી દેતા હાલ આખા ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે,આ અભિનેતાએ “અપની બાત”,”જ્યોતિ”,”હિટલર દીદી”,”શપથ”,”વોરિયર હાઈ”,”આહટ”,”અદાલત” અને દિયા ઔર બાતી જેવા મોટા ટીવી શોમાં કામ કરી ચુક્યા છે, એવામાં છેલ્લી વખત તેઓને રૂપાળી ગાંગુલી સાથ “અનુપમા” શોની અંદર જોવામાં આવ્યા હતા જેમાં તેઓએ રેસ્ટોરન્ટના માલિક તરીકેની ભૂમિકા ભજવી હતી.

ન્યુઝ રિપોર્ટ દ્વારા સામે આવ્યું છે કે ઋતુરાજ સિંહને કાર્ડિયોક અરેસ્ટ આવ્યો હતો જેને લઈને તેઓનું હાલ નિધન થયું છે, એટલું જ નહીં મિત્રો એમ પણ જાણવા મળ્યું છે કે તેઓને અગનાશયની સમસ્યાની જુજી રહ્યા હતા, હાલ તેઓનું નિધન થતા તેમના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાય ગયો છે જયારે ટીવી ઇન્ડસ્ટ્રીને ખુબ મોટી ખોટ પડી છે, હાલ આ કલાકારના નિધનને લઈને ટીવી કલાકારો શોકમય બન્યા છે અને આ કલાકારને આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો:સુરતમાં મોર્ડલ યુવતીએ ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન ! જ્યારે સવારે મૃતદેહ જોવામાં આવ્યો તો ઊડી ગયા બધાના હોશ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment