ગુજરાતમાં દિવસે ને દિવસે આપઘાતના બનાવો વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ મોતના બનાવો વધુ બની રહ્યા છે, માત્ર એવા લોકો જ નહીં કે જેમના જીવનમાં દુઃખો અને આફતનું પોટલું હોવાથી તેઓ આપઘાતનું પગલું ભરે છે. હાલમાં જ એક બનાવ સામે આવ્યો છે. દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે AMC ના સબ ઇન્સ્પેકટરે આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું. આખરે આવું પગલું શા માટે ભર્યું તે અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આજ રોજ અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ થઈ હતી કે એક વ્યક્તિએ સાબરમતી નદીમાં પડીને આપઘાત કર્યો છે. આ બનાવનો જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, આખરે એક કલાકની શોધખોળ બાદ ફાયર બ્રિગેડની ટીમે લાશ શોધી કાઢી હતી.
આ બનાવમાં મૃતક પરિવાર વ્યક્તિ વિશે માહિતી જાણીએ તો મૃતકનું નામ જયદીપ ચંદુભાઈ પટેલ છે, તેમજ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં બોડકદેવ વોર્ડમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.મૃતક જયદીપ પટેલ મંગળવારથી ગુમ થયેલ હતા.ગુમ થયેલા વ્યક્તિની માહિતી સોશિયલ મીડિયા અને પોલીસને પણ આપવામાં આવી હતી.
આ બનાવમાં આખરે દુઃખદ ઘટના બની. આજ રોજ આખરે પોલીસને જયદિપની લાશ મળી. આ બનાવમાં પરથી એ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે ક્યારેય જીવનમાં આપઘાતનું પગલું ન ભરવું જોઈએ. જયદીપએ ક્યાં કારણોસર જીવન ટૂંકાવ્યું તે અંગે માહિતી નથી મળી, હાલમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
આપઘાતથી પોતાનું જીવન ન ક્યારેય પણ ગુમાવવું જોઈએ કારણ કે આપઘાત કરવાથી વધારે દુઃખી પરિવારજનો થાય છે, મૃતક જયદીપ એ પોતાનું જીવન ટૂંકાવી દેતા પરિવારજનોને બહુ આઘાત લાગ્યો હશે. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે મુર્તકની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
આ પણ વાંચો:સુરતમાં કામ કરતાં કરતાં યુવકનું અચાનક જ મોત ! ઘટના જ એવી બની કે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો