પટેલ પરિવાર સાથે બની ખૂબ જ દુખદ ઘટના ! કહાની જ એવી બની કે જાણીને આંખમાંથી આસું સરી પડશે…

મોત જીવનના આંગણે ક્યારે આવીને ટકોર મારે તે કોઈ નથી જાણતું. આજ રોજ ધોરાજી નજીક આવેલ ભાદરના પુલ પાસે એક ખુબ જ કરુણદાયક અને કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. આ ઘટના અંગે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે એવું તે શું બન્યું છે કે ધોરાજી પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વીટીવીના અહેવાલ દ્વારા મળેલ માહિતી અનુસાર ધોરાજી નજીકથી આવેલ ભાદર પુલ પાસે એક કાર અચાનક નદીના પુલ ઉપરથી

આ કાર નીચે ખાબકતા આ દુઃખદ ઘટનામાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર કાર પર કાબૂ ગુમાવતા જ કાર બ્રિજની પાળી તોડીને કાર નીચે પડી ગયેલ અને આ કારણે કારમાં બેઠેલ ચારેય વ્યક્તિઓ ડૂબી ગયા હતા. . આ દર્દનાક ઘટનામાં એક પુરુષ અને ત્રણ મહિલાનું મોત થયું છે. આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક જ પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી. હાલ ધોરાજી તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કાળજું કંપાવી દેનાર આ ઘટનામાં દિનેશભાઇ દામજીભાઈ ઠુમ્મર, હાર્દિકાબેન દિનેશભાઈ ઠુમ્મર,લીલાવતીબેન દિનેશભાઇ ઠુમ્મર, સંગીતાબેન પ્રવીણભાઈ કોયાણીનું દુઃખદ અવસાન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એજ પ્રાર્થના. એક જ પળમાં પરિવારનો માળો વિખેરાય ગયો, આ દુઃખદ ઘટનાને કારણે ચારો તરફ શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચો:સુરતમાં 24 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈને કરી આ!ત્મહત્યા, આખી ઘટના જાણી ચોંકી જશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment