હર્ષવર્ધન રાણેએ 2010 માં તેલુગુ ફિલ્મ “થાકીતા થાકીતા” થી ડેબ્યુ કર્યુ હતુ, આ પછી તેણે 2016 માં આવેલી ફિલ્મ “સનમ તેરી કસમ” થી હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. તેણે ટેલિવિઝન પર પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે 2008 ના શો “લેફ્ટ રાઇટ લેફ્ટ” માં જોવા મળ્યો હતો. તેણે શોની બીજી સીઝનમાં એક નાની ભૂમિકા ભજવી હતી.
અહેવાલ મુજબ, હર્ષવર્ધન રાણે માત્ર 16 વર્ષની ઉંમરે અભિનેતા બનવાના સપના સાથે ઘર છોડી મુંબઈ ગયો.ફિલ્મોમાં પોતાને સ્થાપિત કરતા પહેલા તેણે ફિલ્મ બ્રાન્ડિંગનું કામ કર્યુ. ધીમે ધીમે ફિલ્મ જગતની સમજ મેળવ્યા પછી તે અભિનય તરફ વળ્યો. હર્ષવર્ધન રાણેને સંજય લીલા ભણસાલીની ફિલ્મ “રામ લીલા”ની ઓફર કરવામાં આવી હતી જો કે તેણે ઓફર એટલે નકારી કેમ કે તે ક્યારેય વિલનની ભૂમિકા ભજવવા માંગતો નહોતો.
અભિનેતા ઘણીવાર તેમના સંબંધોને કારણે સમાચારમાં રહે છે. તે “મોહબ્બતેં” ફેમ અભિનેત્રી કિમ શર્માને ડેટ કરતો હતો. કિમ શર્મા સાથે બ્રેકઅપ બાદ હર્ષવર્ધનનું નામ પરણિત એક્ટ્રેસ સંજીદા શેખ સાથે જોડાયું. એવું કહેવામાં આવતુ કે તે જ કારણ હતું કે તેણે પતિ આમિર અલીને છૂટાછેડા આપ્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.