ધોરણ 9 માં ભણતી બાળકી અચાનક રડી પડી ! જ્યારે ડૉક્ટર પાસે લઈ ગયા તો કહી દીધું સોરી…

હાલમાં દિવસેને દિવસે  હાર્ટ  એટેકની અનેક પ્રકારની ઘટનાઓ બને છે , ત્યારે હાલમાં ફરી એકવાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર હાર્ટ એટેકનો લાઈવ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને એટલું તો ચોક્કસ ખબર પડી જાય કે કોણ જાણે કાળ ક્યારે આવી જાય.

વાત જાણે એમ છે કે,  અમરેલી જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલી શાંતાબા ગજેરા સ્કૂલમાં આજે શુક્રવારે ધોરણ 9ની પરીક્ષા ચાલી રહી હતી. આ દરમિયાન સાક્ષી રોજાસરા નામની વિદ્યાર્થિની પરીક્ષા આપી રહી હતી. અચાનક તેની તબિયત લથડી અને છાતીમાં દુઃખાવો શરૂ થઈ ગયો હતો.

આથી સ્કૂલનો સ્ટાફ તેને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.વિદ્યાર્થિનીના મૃત્યુના સમાચાર સાંભળીને સ્કૂલમાં શોકનો માહોલ છવાયો ગયો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો શોકસ્ત હતા.

વિદ્યાર્થિનીના પરિવારજનોને આઘાત લાગ્યો હતો. વિદ્યાર્થિનીના મૃત્યુના કારણે હજુ સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હોઈ શકે છે. વિદ્યાર્થિનીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો.વિડીયો ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતું નથી

આ પણ વાંચો:બનાસકાંઠામાં પરણીતાએ સંતાનો અને સાસુ સાથે ડેમમાં કૂદીને ટૂંકાવ્યું જીવન ! એક સાથે ઉઠી 4 અર્થી, કારણ જાણી હચમચી જશો….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment