યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો ! વડોદરાના બીજનેસમેનને અજાણી યુવતીએ વિડીયો કોલ કરી ભરાવ્યો અને પછી…જાણો આખી ઘટના…..

હાલમાં જ એક ચોકવનારી અને યુવાનો માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. આજના સમયમાં સોશિયલ મીડિયા પર અનેક સાઈટ અને વેબ સાઈટ તેમજ સોશિયલ મિડિયા પર યુવકો ઓનલાઇન ફ્રેંડશિપ કરતા હોય છે.  હાલમાં જ  વડોદરામાં બિઝનેસ મેનને ફેસબુકથી અજાણી યુવતી સાથે ફ્રેન્ડશીપ કરવાનું ભારે પડ્યું.

આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ તો  સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, વડોદરામાં કેમિકલ પ્રોસેસિંગનો બિઝનેસ કરતા યુવકને 20 નવેમ્બરે ફેસબુકથી અદિતિ અગ્રવાલ નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને વાતચીત થઈ ત્યારબાદ યુવતીએ  યુવક પાસે મોબાઈલ નંબર માંગ્યો હતો.

યુવતીએ એ યુવકને વિડીયો કોલ કર્યો અને યુવતી ન્યૂડ થઈને સામે આવી ગઈ અને તેનો વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી નાખ્યું. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને આ કારણે યુવકે  ટુકડે-ટુકડે કરીને 3.33 લાખ રૂપિયા ચૂકવી દીધા.

આ બનાવ અંગે આખરે યુવાનને સામેની વ્યક્તિએ પોતે દિલ્હીથી CBI ઓફિસર હોવાનું કહીને જણાવ્યું કે, આપ પર એક લડકીને કેસ કિયા હે, કેસ કો રફાદફા કરકે નીપટાના હે યા ક્યા કરના હૈ? આમ કહીને ધમકાવીને પૈસાની માગણી કરી હતી. જે બાદ આખરે યુવકે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

આ પણ વાંચો:રડાવી નાખે તેવી કિસ્સો ! મહિલા ડોક્ટરે ટૂંકાવ્યું જીવન ! સ્યુસાઇડ નોટમાં લખ્યું એવું કે દરેક લોકો પૈસા માટે…જાણો આખી ઘટના…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment