ભાવનગરમાંથી આવ્યો ચોંકાવનારો કિસ્સો ! પત્નીનું હતું પ્રેમી સાથે લફરુ, બંનેએ સાથે મળીને પતિને પતાવી દીધો અને….

થોડા દિવસ અગાઉ પ્રેમ-પ્રકરણ મામલે ઓનર કિલિંગ જેવો હચમચાવતો કિસ્સો શાંત પણ નથી પડ્યો, ત્યાં તો પ્રેમ-પ્રકરણ મામલે જ વધુ એકવાર લોહિયાળ ખેલ ખેલાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પત્નીએ તેના પ્રેમી અને મિત્ર સાથે મળી પતિની હત્યા કરાવી છે. ત્યારે આ મામલે મૃતકની પત્ની અને તેના પ્રેમી સહિત તમામની ધરપકડ કરી છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવીને તમામને જેલ હવાલે કર્યા છે, ત્યારે આ હત્યાની ઘટનામાં ત્રણ બાળકો નિરાધાર બન્યા છે.

વિગતવાર વાત કરીએ તો, ભાવનગર નજીકના ભાલ વિસ્તારમાં આવેલ ખેતા ખાટલી ગામેથી બે દિવસ પહેલા હત્યા કરાયેલી હાલતમાં એક યુવકની લાશ મળી હતી. જેની જાણ વેળાવદર પોલીસ મથકના અધિકારીઓને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવકની લાશને સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ.માં ખસેડી હતી અને ઘટનાને લઈ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ ભાવનગરના સિંધુનગર વિસ્તારમાં રસાલા કેમ્પમાં રહેતા અને આમલેટની લારીએ મજૂરી કરતા કમલેશભાઈ તુલશીભાઈ દુધિયા તરીકે થઈ હતી. જેથી પોલીસે તેના પરિવારનો સંપર્ક કરીને લાશને પરિવારને સોંપી આપી હતી. જોકે કમલેશની લાશ ઉપર ગંભીર ઇજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાની શંકા સેવી રહી હતી. જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
આ તરફ મૃતક કમલેશભાઈના નાનાભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, કમલેશભાઈના મિત્ર અમન અનિલભાઈ કેવલાણીને
કમલેશભાઈના પત્ની મમતાબેન સાથે આડાસંબંધ છે અને મમતાબેન અને અમન કેવલાણી બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોય જેઅવારનવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો પણ થતો હતો. ત્યારે પોલીસે અમન અનિલભાઈ કેવલાણીની પૂછપરછ હાથ ધરતાં અમન ભાંગી પડ્યો હતો અને આખી ઘટના અંગે હત્યાની કબૂલાત આપી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment