રાજકોટમાં બિઝનેસ પાર્ટનર્સ વચ્ચેનો વિવાદ હિંસક બની ગયો છે. 36 વર્ષની મહિલાએ તેના પાર્ટનર મૌલિક સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે શીતલ પાર્ક વિસ્તારની ઓફિસમાં બિઝનેસની વાત દરમિયાન મૌલિક ભડકી ગયો અને મહિલા સાથે મારામારી કરી.
CCTV ફૂટેજમાં આ ઘટના રેકોર્ડ થઇ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પરંતુ વાયરલ થયેલા બીજા વીડિયોમાં મહિલા પણ મારામારી કરતી દેખાય છે અને પોતાના માથા પછાડતી નજરે પડે છે.
ACP રાધિકા ભારાઈએ જણાવ્યું કે મહિલાની ફરિયાદ પર કાર્યવાહી થઈ છે. જો સામાપક્ષ પણ ફરિયાદ કરશે તો મહિલા સામે પણ એક્શન લેવાશે. તમામ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:મૌત પહેલા અધૂરી રહી ગઈ ધર્મેન્દ્રની આ છેલ્લી ઈચ્છા ! હેમા માલનીએ કર્યો ખુલાસો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
