મૌત પહેલા અધૂરી રહી ગઈ ધર્મેન્દ્રની આ છેલ્લી ઈચ્છા ! હેમા માલનીએ કર્યો ખુલાસો…

બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રના નિધન બાદ પરિવારે તેમના અંતિમસંસ્કાર ખાનગી રાખવાનો નિર્ણય કર્યો હતો, જેનાથી તેમના ચાહકો નિરાશા થયા હતા. હવે UAEના ફિલ્મમેકર હમદ અલ રિયામીએ એક ઇમોશનલ પોસ્ટ શેર કરીને આ નિર્ણય પાછળનું કારણ જણાવ્યું છે. ધર્મેન્દ્રનાં બીજાં પત્ની હેમા માલિની સાથેની મુલાકાત દરમિયાન તેમને આ કારણ જાણ્યું હતું.

કાશ… હું એ દિવસે ધર્મેન્દ્રજી સાથે હોત’ હમાદ અલ રયામીએ પોતાની ભાષામાં પોસ્ટ શેર કરી હતી. હેમા માલિની વિશે વાત કરતાં તેમણે લખ્યું- ‘આ પહેલીવાર છે જ્યારે હું તેમને રૂબરૂ મળ્યો છું, જોકે મેં તેમને ઘણીવાર એક અથવા બીજા પ્રસંગે જોયાં છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડી અલગ હતી. એક હૃદયદ્રાવક ક્ષણ, એક એવી ક્ષણ, જેને સમજાવી શકાતી નથી, ભલે હું ગમે એટલી કોશિશ કરું. હું તેમની સાથે બેઠો અને હું જોઈ શક્યો

કે તેઓ કેવી રીતે પોતાનું દર્દ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ધર્મેન્દ્રને યાદ કરતાં હેમા માલિનીએ હમાદને કહ્યું, ‘કાશ… હું બે મહિના પહેલાં જ્યારે તેમને મળવા ગઈ હતી ત્યારે એ દિવસે ફાર્મમાં તેમની સાથે હોત. કાશ… હું તેમને જોઈ શકી હોત.’ હેમા માલિનીએ કહ્યું કે ‘તેમણે ધર્મેન્દ્રને તેમની કવિતાઓ પ્રકાશિત કરવા કહ્યું હતું.

હેમા માલિનીએ ધર્મેન્દ્રને પૂછ્યું હતું, ‘તમે તમારી કવિતાઓ અને લખાણો કેમ પ્રકાશિત નથી કરતાં?’ હેમાના શબ્દોનો જવાબ આપતાં ધર્મેન્દ્રએ કહ્યું, ‘હમણાં નહીં… પહેલા મને મારી કવિતા પૂરી કરવા દો. સમય પસાર થઈ ગયો અને ધર્મેન્દ્ર તેમની કવિતા પૂર્ણ કરી શક્યા નહીં.’

આ પણ વાંચો:મહિલા DSPએ વેપારીના પ્રેમમાં પડી કર્યું એવું કે જોઈને આંખો ખુલ્લી રહી જશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment