અમદાવાદમાં લગ્ન પહેલા જ છવાયો માતમનો માહોલ ! અકસ્માત થતાં થયું ન થવાનું…

શહેરમાં ફરી એકવાર રફ્તારનો આતંક જોવા મળ્યો છે. GMDC ગ્રાઉન્ડ પાસે થયેલી ભયાનક ઘટનામાં એક બાઇક સવારોનો જીવ દુર્ઘટનામાં જ છીનવાઈ ગયો. અકસ્માત એટલો વિકરાળ હતો કે પાર્થ કલાલ નામના યુવાનનો એક હાથ શરીરથી અલગ પડી ગયો હતો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. આવો હૃદય કંપાવી દે એવો અકસ્માત સર્જાતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ખાસ કરીને 12 જાન્યુઆરીએ પરિવારમાં લગ્ન હતાં, પરંતુ તે પહેલાં જ ઘરમાં શોક છવાઈ જતાં સૌ ગમગીન બની ગયા છે.

પરિવારજનોએ અકસ્માત અંગે શંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે માત્ર બાઇક સ્લીપ થાય એટલા કારણે આટલો ગંભીર અકસ્માત બની શકે નહીં. તેમને શંકા છે કે કોઈ અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારી હશે અને તેનાં કારણે પાર્થનો કાબૂ છૂટી ગયો હશે. મૃતકના પિતા નંદલાલ કલાલે પણ અનેક સવાલો ઉઠાવ્યા છે અને ન્યાયની માંગ કરી છે.

પરિવારનું માનવું છે કે ઘટનાસ્થળે બમ્પ હોવાને કારણે બાઇક વધુ સ્પીડમાં હોવાનો પ્રશ્ન જ નથી. તેથી પોલીસએ CCTV ફૂટેજના આધારે સઘન તપાસ કરવી જોઈએ. બીજી તરફ એક આશંકા એવી પણ છે કે બાઇકને એક બાજુ જ ભારે નુકસાન થયેલું હોવાથી કદાચ પાર્થ BRTS ની રેલિંગ કે ડિવાઈડર સાથે અથડાયો હશે અને ત્યારબાદ ફંગોળાઈ ગયો હશે. બાઇક પર પીળા અને લીલા કલરના નિશાન જોવા મળતા આ શંકાને βάળ મળે છે, કારણ કે રેલિંગ પણ એ જ રંગની છે.

હાલ, પરિવાર તથા સ્થાનિકો બંને આ અકસ્માતની સચ્ચાઈ બહાર આવે અને જવાબદાર સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો:સુરતની હોસ્ટેલમાં રહેલી વિધ્યાર્થીએ કર્યો આપઘાત ! કારણ જાણીને હૈયું કંપી જશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version