મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે વૃંદાવનના ફેમસ કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઓક્ટોબર મહિનામાં કથાવાચકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં તેણે દીકરીઓ વિશે કહ્યું હતું કે, ‘આજકાલની દીકરીઓના લગ્ન 25 વર્ષની ઉંમરે થાય છે,
ત્યાં સુધીમાં તેઓ ઘણી જગ્યાએ મોં મારી ચૂકી હોય છે.’ આ નિવેદનને કારણે અખિલ ભારતીય હિંદુ મહાસભા, આગ્રાના જિલ્લા અધ્યક્ષ મીરા રાઠોડે કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને સીજેએમ કોર્ટે સ્વીકારીને ફરિયાદ નોંધવા કહ્યું છે.આ મામલે 1 જાન્યુઆરીના રોજ કોર્ટમાં ફરિયાદીના નિવેદન નોંધવામાં આવશે.
મીરાનું કહેવું છે કે , ‘જ્યારથી મેં અરજી દાખલ કરી છે ત્યારથી મારા વાળ ખુલ્લા છે. મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી કેસ દાખલ નહીં થાય ત્યાં સુધી હું વાળ નહીં બાંધું. અને હવે કદાચ વાળ બાંધવાનો સમય આવી ગયો છે.’
આ પણ વાંચો:રાજકોટમાંથી સામે આવ્યો કાળજું કંપાવી નાખતો બનાવ ! મહિલાને ઓફિસમાં એકતી જોઈ હેવાન બન્યો આ શખ્સ…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો