રાજકોટમાંથી સામે આવ્યો કાળજું કંપાવી નાખતો બનાવ ! મહિલાને ઓફિસમાં એકતી જોઈ હેવાન બન્યો આ શખ્સ…

રાજકોટ: શહેરમાં એક મહિલાએ તેના વ્યાવસાયિક સાથી મૌલિક સામે મારપીટનો આક્ષેપ કર્યો છે. શહેરના શીતલ પાર્ક વિસ્તારમાં સ્થિત સ્પાયર ટુ નામની ઈમારતની એક કચેરીમાં આ બનાવ બન્યો છે. આ સંદર્ભે સીસીટીવી કેમેરાના દ્રશ્યો પણ બહાર આવ્યા છે. મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે, મહિલાએ મૌલિકને વ્યવસાયમાં લક્ષ આપતો નથી એવું કહ્યું હતું.

જેના પછી તે ભડકી ગયો હતો અને તેણે મહિલાને મારપીટ કરી હતી. હાલમાં યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.મહિલા સાથીદારે મૌલિકને વ્યવસાયમાં લક્ષ આપવા કહેતા તે ભડકી ગયો હતો. ભડકીને મહિલાના માથા પર બેસી તેના વાળ પકડીને મારપીટ કરી હતી. યુનિવર્સિટી પોલીસના જણાવ્યા મુજબ, હાલમાં મૌલિક ફરાર છે.

તેને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો રચવામાં આવી છે. આ સાથે હ્યુમન ઇન્ટેલિજન્ટ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે. મહિલાના જણાવ્યા મુજબ, તે વર્ષ 2021માં મૌલિકના સંપર્કમાં આવી હતી

જેના પછી તેઓ ભાગીદાર બન્યા હતા. મહિલાએ અત્યાર સુધી થોડી થોડી કરીને મૌલિકને 60 લાખ જેટલી રકમ આપી દીધી છે. મહિલાએ જ્યારે મૌલિકને વ્યવસાયમાં લક્ષ આપવા કહ્યું ત્યારે મૌલિકે તેમની કચેરીમાં જ મારપીટ કરી હતી.

આ પણ વાંચો:10માં ધોરણમાં ભણતી યુવતી સાથે સગીરે બસમાં કર્યું ઈલુઈલુ ! પછી જે થયું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment