પ્રેમી પંખીડાએ બસમાં જ ગટગટાવી નાખી ઝેરી દવા ! કારણ જાણી રૂવાટા ઊભા આથી જશે…

શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા રાજલ કિહલા અને પડોશમાં રહેતો 33 વર્ષીય રવિ મકવાણા ચાર દિવસ પહેલાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના થાક પીપળીયા ગામે છૂપાઈ ગયા હતા. આ બંનેની ગેરહાજરી બાદ સગીરાના માતા–પિતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પરિવાર અને પોલીસે એલચેલચ કરવા છતાં બંનેનો પતો મળતો નહોતો.

આ વચ્ચે બુધવારની સવારમાં પરિવારજનોને માહિતી મળી કે રવિ, રાજલને લઈને બોટાદથી રાજકોટ તરફ બસમાં આવી રહ્યો છે અને તેઓ આજીડેમ ચોકડી પર ઊતરવાના છે. પરિવાર તાત્કાલિક ત્યાં પહોંચી ગયો. બસ થંભતાં જ રાજલ નીચે ઊતરતી વખતે અચાનક બેભાન થઈ ઢળી પડી. આ દ્રશ્ય સર્જાતાંજ રવિ સ્થળ પરથી ભાગી નીકળી ગયો.

પરિવારે તાત્કાલિક બેભાન હાલતમાં રાજલને રાજકોટની સિવિલ હોસ્પિટલ લઈ જતાં તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. બીજી તરફ તે જ દિવસ બપોરે આશરે દોઢ વાગ્યે રવિ મકવાણા પણ બેભાન હાલતમાં ભાવનગર રોડ પર રાજમોતી મિલ નજીક મળી આવ્યો હતો. તેને પણ તરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેને પણ મૃત્યુ પામેલ જાહેર કર્યો.

પ્રાથમિક માહિતી અનુસાર, બંનેએ બોટાદથી પરત ફરી રહ્યા હતા ત્યારે બસમાં જ ઝેરી દવા સેવન કર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાએ પરિવારમાં શોકની લહેર ફેલાવી છે અને સમગ્ર વિસ્તારને ચોંકાવી દીધો છે.

આ પણ વાંચો:4 વર્ષની બાળકીના નાકમાં ફસાઈ ગઈ એવી વસ્તુ કે જોઈને આંખો પોહળી થઈ જશે ! ગણ વર્ષો પછી આવ્યું નિરાકરણ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment