ભગવાનના દર્શન કરવા જય રહેલા યાત્રીઓ સાથે મોટો દુર્ઘટના ! અકસ્માત થતાં 4 લોકોના મૌત અને બાકીના..

રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુર નજીક મોડી રાત્રે થયેલી ભયાનક દુર્ઘટનામાં ત્રણ લોકોનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે 28થી વધુ યાત્રીઓ ઘાયલ થયા હતા. જયપુર–બીકાનેર હાઈવે પર બિકાનેરથી જયપુર તરફ જતી સ્લીપર બસ અને ઝુનઝુનુથી આવતી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા ઘટનાસ્થળે ચીસોચીસ મચી ગઈ હતી.

યાત્રીઓ વૈષ્ણોદેવીથી પરત આવી ખાટુશ્યામજી જઈ રહ્યા હતા.અકસ્માતમાં વડોદરાના હાર્ટ બજાર ફળીયા ખાતે રહેતા અને મૂળ વલસાડના ફલધરા ગામના રહેવાસી મયંકભાઈ જશવંતભાઈ પટેલ (ઉંમર 30)નું પણ ઘટનાસ્થળે જ કરુણ અવસાન થયું છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી વલસાડ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે પી.સી.આર. વિભાગમાં ફરજ બજાવતા હતા.

યંકભાઈ તેમના માતા–પિતા, મોટાભાઈ અને મોટાં પપ્પાના પરિવાર સાથે આ શ્રદ્ધાયાત્રામાં જોડાયા હતા. તેમના લગ્ન બાદ તેમને દોઢ વર્ષના બે જોડિયા પુત્રો છે. દુર્ઘટનામાં પિતાનું આકસ્મિક અવસાન થતાં બંને બાળકોએ ખૂબ નાની ઉંમરે જ પિતાનું છત્ર ગુમાવ્યું છે, જ્યારે આખા પરિવાર પર શોકનું મોજું છવાયું છે.

આ યાત્રામાં ફલધરા ગામના કુલ 18થી વધુ લોકો જોડાયા હતા. અકસ્માતના સમાચાર ગામે પહોંચતા જ અનેક પરિવારોમાં ચિંતા અને ગભરાટ ફેલાયો હતો. લોકો પોતાના પરિજનોને મોબાઈલ દ્વારા સતત સંપર્ક કરતા રહ્યા અને ઇજાની માહિતી મેળવતા રહ્યા. ગામમાં અચાનક શોક અને તનાવનું વાતાવરણ સર્જાયું છે.

આ પણ વાંચો:વૃધ્ધ બિઝનેસમેન ને યુવતી ના મોહજાળ મા ફસાયા કુલ પોણા ત્રણ કરોડ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment