ગુજરાતના બનાસકાંઠામાં રહેતા 65 વર્ષના મણિબેન ચૌધરી, તેમણે ડેરી કિસાન તરીકે સફરની શરૂઆત 8 ગાયો સાથે કરી હતી. આજે તેમની પાસે 300 થી વધારે પશુઓ છે. ચૌધરી પરિવારનો દૂધનો મોટો વ્યવસાય છે અને તે ગામના ઘણા પરિવારોને રોજગારી પણ પૂરી પાડે છે.BBC સાથે વાત કરતા મણિબેને કહ્યુ- જ્યારે અમે શરૂઆત કરી ત્યારે તે અમારી પાસે 8 ગાયો હતી,
પછી ધીમે ધીમે અમારા વ્યવસાયનો વિસ્તાર કર્યો. અમે શંકર ગીર, કાઠિયાવાડી અને દેશી જેવી વિવિધ જાતિની ગાયો ખરીદી. આજે અમારી પાસે 300થી વધુ ગાયો-ભેંસો છે. અમે તેમને લીલો ચારો અને બીજો આવશ્યક ખોરાક પૂરો પાડીએ છીએ. વર્ષ 2024 થી 2025 માં મણિબેને દૂધ વેચી 1 કરોડ 50 લાખ રૂપિયાની કમાણી કરી.
કુલ વેચાણમાંથી લગભગ 30% એટલે કે 60 લાખ રૂપિયા ઘાસચારો અને અન્ય વસ્તુઓ પર ખર્ચ થયો. મણિબેન રોજ ગામની સ્થાનિક ડેરી સહકારી સમિતિને 1,100 લિટર દૂધ પૂરું પાડે છે.
પશુઓનું દૂધ નીકાળવા માટે મશીનોનો ઉપયોગ થાય છે. આનાથી ઓછા સમય અને ઓછી મહેનતે વધુ ઉત્પાદન કરવામાં મદદ મળે છે. મશીનોની મદદથી અમે એક સમયે 9 થી 14 પશુઓનું દૂધ કાઢી શકીએ છીએ. અમે અમારા પશુઓની પૂરી સંભાળ રાખીએ છીએ. આ વર્ષે 2 કરોડ રૂપિયાનું દૂધ વેચ્યું. આવતા વર્ષ માટે 3 કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો