પ્રેમ સંબંધનો આવ્યો કરૂણ અંત ! લગ્ન કર્યા પછી એવું તો શું બન્યું કે પતિએ જ કરી પત્નીનું હત્યા…

રાજકોટમાં પત્નીની હત્યાનો વધુ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. દૂરસ્થ ઇન્સ્ટાગ્રામ પર શરૂ થયેલો પ્રેમ પાંચ વર્ષ પછી કરુણ અંતે પહોંચ્યો. દૂધસાગર રોડ પર આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 27 વર્ષની મીલેશ્વરી બોરીચાની તેના જ પતિ યોગેશ બોરીયાએ છરીના ઘા મારી હત્યા કરી નાખી. બન્નેનો પાંચ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર પરિચય થયો હતો અને ત્રણ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યાં હતા.

મીલેશ્વરીના પરિવાર મુજબ, યોગેશ છેલ્લા પંદર દિવસથી સતત દારૂ પી હેરાન કરતો તથા મારકુટ કરતો હતો. પરિસ્થિતિથી કંટાળી મીલેશ્વરી થોડા દિવસ પહેલા પોતાની બહેનપણી જલ્પા પીઠવાની પાસે રહેવા ગઈ હતી. આ દરમિયાન યોગેશે તેને ફોન અને ઇન્સ્ટાગ્રામ મેસેજ દ્વારા વારંવાર ધમકાવ્યો કે, “ઘરે પાછી આવી જા, નહીં તો હું તને શોધી લઇશ.”

રવિવારે યોગેશે આ ધમકીને હકીકતમાં બદલાવી નાખી. તેણે મીલેશ્વરીને તેની બહેનપણીના ઘરે શોધી કાઢી અને સૌની સામે જ છરીના ઘા ઝીંકીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલી મીલેશ્વરીએ સારવાર દરમિયાન दम તોડ્યો.

મીલેશ્વરીના ભાઈ પ્રથમસિંહ ઝાલાની ફરિયાદ પરથી પોલીસે આરોપી યોગેશ બોરીયાને ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો;શરીર સુખ માણવાને બદલે પત્ની પતિ ખેંગાર બરવાડને ખેતર મા લઈ ગઈ અને લોખંડના સળીયા મારી ઢીમ ઢાળી દીધુ… હત્યાનુ કારણ જાણી આંચકો લાગશે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment