અમદાવાદના એસ.જી. હાઈવે પર આજે વહેલી સવારે 4 વાગ્યે ‘રફતારના રાક્ષસ’નો કહેર જોવા મળ્યો હતો, જેમાં પકવાન બ્રિજ પર સ્કોર્પિયો અને કિયા કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી સ્કોર્પિયો કારના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી પૂરઝડપે આવતી કિયા કાર ધડાકાભેર તેની સાથે અથડાઈ હતી.
આ જોરદાર ટક્કરને કારણે બંને લક્ઝરી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને સુમસામ રસ્તા પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. પૂરપાટ ઝડપે વાહન ચલાવવાની લાયમાં સર્જાયેલા આ અકસ્માતે ફરી એકવાર હાઈવે પરની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
